• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગોડાદરાના જ્યોતિષે 12 લાખની લોનમાં 41190 ગુમાવ્યાં

ગોડાદરાના જ્યોતિષે 12 લાખની લોનમાં 41190 ગુમાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત ગોડાદરાના જ્યોતિષે 12 લાખની લોન લેવાના ચક્કરમાં 41190ની રકમ ગુમાવી છે.ગોડાદરાના ભક્તિનગર સોસાયટીમાં રહેતા વિજયકુમાર રમાકાંત ઝા પર 18મી જૂન, 2018ના રોજ દિલ્હીથી નેહા મેગલા નામની મહિલાનો કોલ કરીને દિલ્હીની વિજય ઈન્ડિયા ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ જ્યોતિષને ફાઇનાન્સ કંપનીમાંથી 12 લાખની લોન આપવાની વાત કરી હતી. આ માટે પહેલા જ્યોતિષે પણ તેના પર વિશ્વાસ મૂકી દીધો હતો. થોડા દિવસો પછી તેના સાગરીત રાજકુમારનો કોલ આવ્યો હતો. જ્યોતિષ પાસેથી 12 લાખની લોન લેવા માટે પહેલા લોનની પ્રોસેસ ફી અને ઇશ્યોરન્સ માટે 41190નો ચેક લીધો હતો. બાદમાં આ નાણા મોકલી આપ્યા છતાં પણ લોન પાસ થઈ ન હતી. છેવટે જ્યોતિષે પુણા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે નેહા મેગલા અને રાજકુમાર જૈન ઉર્ફ રમેશકુમાર સામે ગુનો નોંધ્યો છે. બંને જણા દિલ્હી વિજય ઇન્ડિયા ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે અને તેનું એડ્રેસ સૂર્યકાંત બિલ્ડિંગ બરખંભા રોડ ન્યૂ દિલ્હી છે.

અન્ય સમાચારો પણ છે...