ડેંગ્યુની સૌથી સારી દવાનું નામ છે ‘યોગ્ય કાળજી’

એફ.પી.એ દ્વારા હેલ્થ અવેરનેસ ટોકનું આયોજન થયું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:16 AM
ડેંગ્યુની સૌથી સારી દવાનું નામ છે ‘યોગ્ય કાળજી’
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરતીઓને વિવિધ રોગો વિશે જાણકારી મળે રહે એ માટે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા હેલ્થ અવેરનેસ ટોકનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ‘ડેંગ્યુ’ વિષય પર ટોક યોજાઇ હતી. આ ટોકમાં બેંગ્લોરના ડો.દિપક મરીગુટ્ટીએ ડેંગ્યુ અને એના નિદાન માટે કેરીકા પપાયા લીફ એબ્સટ્રેક્ટ વિશે જાણકારી આપી હતી. એમણે કહ્યુ હતું કે ‘ડેંગ્યુમાં વધુ પડતો માથાનો દુખાવો, શરીરનો દુખાવો, સાંધાનો દુખાવો તેમજ બ્લિડિંગ ટેન્ડન્સી જેવા લક્ષણો જોવા મળે છે. જો એનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો, ડેંગ્યુમાંથી ડેંગ્યુ હેમેટ્રીક ફિવર, ડેંગ્યુ શોક સિમ્ડ્રોમ પણ થઇ શકે છે. હાલનાં સમયમાં ડેંગ્યુ માટે કોઇ ડેફિનેટ થેરાપી નથી, માત્ર સર્પોટીવ થેરપી જ છે. હાલમાં ડેંગ્યુ માટે એલ્ટ્રોપાથ જેવી માત્ર એલોપથી દવા જ છે જે ઘણી મોંઘી પણ છે અને એ સપોર્ટીવ થેરાપી જ છે. કેરીકા પપાયા લીફ એબ્સટ્રેક ટેબ્લેટ અને સીરપના ફોર્મમાં અવેલેબલ છે. ઘણી કેમિકલ ટ્રાયલ બાદ ખબર પડી કે ડેંગ્યુ ઇન્ફ્યુલન્સ થ્રોમ્બોસાયટોપેનિસિયાનું એડલ્ટ અને બાળકો પર એક્સપરિમેન્ટ્સ કરી આ દવા બનાવવામાં આવી છે. જેનાંથી ડેંગ્યુમાં 30 હજારથી પણ ઓછા પ્લેટલેટ્સ થઇ જાય છે જેમાં કેરીકા પપાયા લીફ એબ્સ્ટ્રેક્ટથી પેટલેટ્સ લેવલ મેઇન્ટેન કરવામાં મદદ મળે છે. કેરીકા પપાયા લીફ એબ્સ્ટ્રેક્ટથી કેન્સર માટે અપાતી કિમો થેરાપી સમયે પણ પ્લેટલેટ્સ વધારવામાં મદદરૂપ બની શકે પણ હાલમાં આ દવાનું ટેસ્ટીંગ કેન્સર પેશન્ટ માટે ચાલી રહ્યુ છે.

X
ડેંગ્યુની સૌથી સારી દવાનું નામ છે ‘યોગ્ય કાળજી’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App