રફી અને મુકેશના ગીતો રજૂ કરીને સુરતીઓએ આપી ‘ગીતાંજલિ’

સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com બેંગાલ સ્પોર્ટિંગ યંગ આર્ટસ ક્લબ સુરત દ્વારા અડાજણ ખાતે આવેલા સરિતા સાગરમાં મોહમ્મદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
રફી અને મુકેશના ગીતો રજૂ કરીને સુરતીઓએ આપી ‘ગીતાંજલિ’
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

બેંગાલ સ્પોર્ટિંગ યંગ આર્ટસ ક્લબ સુરત દ્વારા અડાજણ ખાતે આવેલા સરિતા સાગરમાં મોહમ્મદ રફી અને મુકેશને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી ‘મો.રફી અને મુકેશને ગીતાંજલિ સ્પર્ધા-2018’ના નામથી એક સંગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં લોકોએ મો. રફી અને મુકેશના ગીતો ગાયા હતાં. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ ગીત રજૂ કરનાર લોકોને વિજેતા જાહેર કરાયાં હતાં. આ સ્પર્ધા બે કેટેગરીમાં યોજવામાં આવી હતી.જેમાં મો. રફી અને મુકેશના ગીતો માટે અલગ કેટેગરી રાખવામાં આવી હતી. રફીના ગીતો માટે 31 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને મુકેશના ગીતો માટે 26 સ્પર્ધકો જોડાયા હતાં.

મોહમ્મદ રફીના ગીતોના વિજેતાઓ

1. રહીમખાન પઠાણ 2. વજીઉદ્દીન માલમ 3. સંજય સેલત 4. શાનુખાન 5. ડૉ મનહર નંદુરબારવાલા 6. સલીમ કુરૈશી 7. સુરેશ સાગર (નવસારીના) 8. ચંદ્રકાંત સંઘાડિયા (નવસારીના) 9. બશીર પટેલ 10. પ્રિયંકા લોટવાલા.

મુકેશની ગીતોના વિજેતાઓ

1. એમ. ઘોઘાવાલા 2. જયંતિ ગજ્જર 3. બશીર પટેલ 4. ખલીલ પઠાણ 5. તેજશ ગજ્જર 6. અશોક મિસ્ત્રી 7. સંજય ચાવણા 8. પ્રિયાંસી ટંડેલ 9. નલિની સહાકુલે 10. અયુબ ખલીફા

X
રફી અને મુકેશના ગીતો રજૂ કરીને સુરતીઓએ આપી ‘ગીતાંજલિ’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App