બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો

પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં પેરેન્ટીંગ સેમિનારનું આયોજન થયુ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
સુરત | સેંટ ઝેવિયર્સ સ્કૂલના ટેક્સેસ અને પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા સ્કૂલનાં બાળકોનાં પેરેન્ટ્સ માટે ક્નો યોર ચાઇલ્ડ (કેવાયસી) વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં 100 થી વધુ પેરેન્ટ્સે ભાગ લીધો હતો. પોતાના બાળકને વધારે સારી રીતે જાણી શકાય એ વિશે ડો.પ્રશાંત કારિયા, ડો.કમલેશ પારેખ, અને ડો.સલિમ હિરાનીએ વાત કરી હતી.

ડો. સલિમ હિરાની

બાળકોને ક્રિટીસાઇઝ નહીં કરવા જોઇએ. જો એમને વધારે ક્રિટીસાઇઝ કરશો તો એમનાં સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટિમ પર અસર થશે. એમણે બાળકને ડિસિઝન કેવી રીતે લેવુ એ સમજાવવા માટે વાર્તા કહી જેમાં એક ફેમિલી બહાર ખાવા જાય છે અને એ સમયે બાળક શું મંગાવવુ એમાં કન્ફ્યુઝ થાય છે તો એના પપ્પા એને કોઇપણ એક વસ્તુ મંગાવવા કહે છે જેમાં બાળક નક્કી નથી કરી શકતુ કે એણે પનીર રોલ મંગાવવો છે કે બર્ગર.? પણ આખરે એ બર્ગર ઓર્ડર કરે છે. દુર બેસેલા એક માણસે બાળકનાં પપ્પાને પુછ્યુ કે તમે બાળકને બન્ને વસ્તુ કેમ ન લેવા દીધી એ સમયે એમણે જણાવ્યુ કે એ બાળક જો આ ઉંમરે ડિસિઝન લેતા નહીં શીખે તો ક્યારે શિખશે. ?

ડો.પ્રશાંત કારિયા

બાળકો પાસેથી હદ બહાર વગરની આશા ન રાખો. બાળકની કેપેસિટી જાણી એની પાસેથી આશા રાખો. પોતાનું બાળક દર વખતે પ્રથમ જ આવે એવુ જરૂરી નથી, બધા જ બાળકો ડોક્ટર બને એવુ પણ જરૂરી નથી કારણકે જો બધા જ લોકો ડોક્ટર બનશે તો બીજી ફિલ્ડના કામો કોણ કરશે.? જો તમે બાળકને સપોર્ટ કરશો અને એની કેપેસિટી જાણશો તો બાળક પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ કરી શકશે. તમે બાળકનાં રોલ મોડેલ છો. જો તમે એને ખોટંુ બોલવુ જોઇએ નહીં. કોઇપણ દિવસ બાળકને ક્રિટીસાઇઝ ન કરો પણ એણે જે ભુલ કરી છે એને ક્રિટીસાઇઝ કરો જેથી બાળકની સેલ્ફ એસ્ટિમ ઘવાય નહીં.

ડો. કમલેશ પારેખ

બા ળકને ખુશાલ નાનપણ આપો જેથી એ સારો નાગરીક બની શકે. બાળકોને બીજા બાળકો સાથે કમ્પેર ન કરો. આ વાત સમજાવવા એમણે ઉદાહરણ આપ્યુ કે ‘તમારી પત્ની જ્યારે સરસ પાઉંભાજી બનાવીને આવે અને પહેલો કોળીયો ખાતા પહેલા તમે જો એમ કહો કે પાડોશીની પાઉંભાજી વધારે સારી બને છે તો તમે વિચારી લો કે આગળ શું થશે.’ આ રીતે એમણે બાળકોને કમ્પેરીઝન વખતે થતી તકલીફ જણાવી હતી. તેમજ બાળકોનાં પ્રોબ્લેન્સને સમજવાની અને સાંભળવાની કોશિશ કરો જેથી એમને લાગે કે કોઇ એમને સમજે છે અને સાંભળે છે જેથી એની સાથે વધારે સારી રીતે કનેક્ટ થઇ શકાય. બાળકને આઇ મેથડથી ક્રિટીસાઇઝ કરો.

બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
X
બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
બાળકને નહીં પણ એનાં કામને ક્રિટીસાઇઝ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App