3 નવી રમતો સાથે ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ

ખેલ મહાકુંભમાં 9 વર્ષથી લઇને 60 વર્ષ સુધીના સુરતીઓ ભાગ લઇ શકે છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
3 નવી રમતો સાથે ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

‘ખેલમહાકુંભ'ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્ય સ્તરે યોજાનારી આ સ્પર્ધામાં 9 વર્ષના બાળકથી લઇને 60 વર્ષ સુધીના સિનિયર સિટીઝન્સ પણ ભાગ લઈ શકે છે. આ વર્ષે સ્પર્ધામાં ત્રણ નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ નવી ગેમ્સની સાથે જ કુલ 34 રમતોમા સુરતના ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રમત-ગમતને પ્રોત્સાહન મળી રહે એ માટે ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. સુરત જિલ્લા રમત-ગમત અધિકારીએ સિટી ભાસ્કરને જણાવ્યું હતું કે,‘સીનિયર સિટીઝન્સને રજિસ્ટ્રેશનમાં તકલીફ ન થાય તે ઉદ્દેશ્યથી એમના માટે રમત-ગમત અધિકારીની કચેરીએ પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખવામાં આવી છે ,અને તેઓ ત્યાં જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.’

રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતાઓને 5 લાખનું ઇનામ અપાશે

ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં જે શાળા પ્રથમ આવશે તેને 5 લાખ રૂપિયા, બીજા સ્થાને આવનારી શાળાને 3 લાખ રૂપિયા અને ત્રીજો સ્થાન મેળવનારી શાળાને 2 લાખ રૂપિયાનો ઈનામ આપવામાં આવશે. જોકે, જિલ્લા કક્ષાએ જે શાળા પ્રથમ ક્રમ મેળવશે તેને 1.50 લાખ રૂપિયા, બીજો સ્થાન મેળવનારી શાળાને 1 લાખ અને ત્રીજો સ્થાન મેળવનારી શાળાને 75 હજાર રૂપિયાનો રોકડ ઇનામ આપવામાં આવશે. તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર સ્કૂલોને 25 હજાર, બીજો ક્રમ મેળવનાર સ્કૂલોને 15 હજાર રૂપિયા અને ત્રીજો ક્રમ મેળવનાર સ્કૂલોને 10 હજાર રૂપિયાનો રોકડ ઇનામ આપવામાં આવશે.

આ રીતે કરી રજિસ્ટ્રેશન થઇ શકશે

આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો 31મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેલ મહાકુંભની વેબસાઈટ www.khelmhakumbh.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રુપમાં, શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓ શાળામાંથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન તેમજ કોલેજ મારફત પણ રજિસ્ટ્રેશ કરાવી શકે છે. અભ્યાસ ન કરતાં ખેલાડીઓ પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

આ ત્રણ નવી રમતોનો સમાવેશ કરાયો

આ વર્ષે ખેલ મહાકુંભમાં સોફ્ટ ટેનિસ,રગ્બી અને સ્પોર્ટસ ક્લાઈમ્બિંગ સ્પર્ધાનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ખેલ મહાકુંભમાં ઉમેરવામાં આવેલી આ ત્રણેય નવી સ્પર્ધા રાજ્યકક્ષાએ યોજાશે.

X
3 નવી રમતો સાથે ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App