કોઇ બીમાર હોય તો પણ જજો તારીખ આપે છે: વકીલ મંડળ

વકીલો પાસે બે જજ સામે ફરિયાદ મંગાવી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
કોઇ બીમાર હોય તો પણ જજો તારીખ આપે છે: વકીલ મંડળ
સુરત જિલ્લા વકીલ મંડળની આજે ગુરુવારના રોજ મળેલી કાઉન્સિલની મિટિંગમાં બે જજોનો મુદ્દો ચગ્યો હતો. બંને જજ વિરુધ્ધ હાઇકોર્ટમાં રજૂઆત કરી તેમને ફરજ મુક્ત કરવા સુધીની વિનંતિ હાઇકોર્ટને કરવાનું કાઉન્સિલમાં નક્કી કરવામાં આવ્યું હતું. વકીલો પાસે સાત દિવસમાં જજ સામેની ફરિયાદો મગાવવામાં આવી છે અને તેના આધારે પછી હાઇકોર્ટમાં રજૂઆત કરાશે.

સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ કીરીટ પાનવાલાએ કહ્યુ કે ઘણાં સમયથી ફરિયાદો આવી રહી હતી અને આજે કાઉન્સિલની બેઠકમાં આ ઇશ્યુ આવ્યો હતો અને તેના પર નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત બેઠકમાંથી અને વકીલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે જજ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. ઝડપથી ફેંસલો લે છે, પછી ભલે તે અન્યાયકર્તા હોય. વકીલ બિમાર હોય તો પણ તારીખ આપવામાં આવે છે. કીરીટ પાનવાલાએ ઉમેર્યું કે વકીલ ભારપૂર્વક દલીલ કરે તો પોતે માનસિક રીતે બિમાર છે એમ કહી હુકમમાં પણ લખી પક્ષકારોને અસરકારક રજૂઆત કરવા દેતા નથી. અનેક ફરિયાદોને લઇને વકીલ મંડળની કાઉન્સિલ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ઝડપથી કામોના નિકાલમાં ન્યાયને હ્રાસ થવો જોઇએ નહીં. જેથી વકીલોની ફરિયાદો અને આ જજોના હુકમ હાઇકોર્ટમાં મોકલવામાં આવશે.

જજો સામેની ફરિયાદને લઇ બેઠક મળી સાત દિવસમાં જ ફરિયાદો મંગાવાઇ

X
કોઇ બીમાર હોય તો પણ જજો તારીખ આપે છે: વકીલ મંડળ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App