• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘વિશ્વની સર્વશ્રેષ્ઠ ઉંચાઈ પર આવેલું તીર્થ એટલે અષ્ટાપદ’

‘વિશ્વની સર્વશ્રેષ્ઠ ઉંચાઈ પર આવેલું તીર્થ એટલે અષ્ટાપદ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની સર્વશ્રેષ્ઠ ઉંચાઈ પર આવેલું તીર્થ એટલે અષ્ટાપદ. હિમાલય પર્વત પર આવેલા કૈલાસ પર્વત એજ અષ્ટાપદ તીર્થ છે તેવું આજના ઇતિહાસકારો માને છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુ આ તીર્થ પર આવ્યા હતા. શ્રીપાલ રેસીડન્સી જૈન સંઘમાં મુનિ ભદ્રેશ્વરવિજય અને યોગીરત્નવિજયની નિશ્રામાં અષ્ટાપદની ભાવયાત્રા યોજાઈ હતી.

પાલમાં આવેલી શ્રીપાલ રેસીડન્સીમાં મુનિ ભદ્રેશ્વરવિજય અને યોગીરત્નવિજયે સ્થિરતા ધારણ કરી છે. આ પ્રસંગે ચાતુર્માસ નિમિત્તે સંઘમાં અષ્ટાપદની ભાવયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રીપાલ રેસીડન્સીના અજીત મહેતાએ જણાવ્યું હતું કે અષ્ટાપદની ભાવયાત્રાનું મહત્વ મુનિ ભદ્રેશ્વરવિજયે સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અહીં દસ હજાર મુનિઓ સાથે આવ્યા હતા. તેમણે અહીં સાધના કરવામાં આવી હતી.જેના થકી અનંતા સુખની શાશ્વતતા મેળવી હતી.

પ્રભુના નિર્વાણ બાદ ભરત ચક્રવર્તીએ પ્રભુની યાદમાં ઉત્તુંગ શિખરોવાળો સિંહનિષયા પ્રસાદ જિનાલયનું નિર્માણ કર્યું હતું. તેમાં ચોવીસે તીર્થંકરોના રંગ અને ઉંચાઈ પ્રમાણે ઉત્તમ રત્નોની પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું. અસંખ્ય વર્ષોથી તેની પૂજા થતી આવી છે અને અસંખ્ય આત્મા ત્યાં નિર્વાણ પામ્યા છે. મુનિ યોગીરત્નવિજયે કહ્યું કે અજીતનાથપ્રભુના કાળમાં સગરના સાઈઠ હજાર પુત્રોએ આ તીર્થની યાત્રા કરવામાં આવી હતી.

શ્રી મહાવીરસ્વામીના કાળમાં ગૌતમસ્વામીજી સૂર્યના કિરણો પકડી ઉપર યાત્રા કરવા ગયા અને જગચિંતામણી સૂત્રની કરવામાં આવી હતી. અષ્ટાપદની યાત્રા અનંત જન્મોના પાપકર્મોનો ક્ષય કરે છે. સંઘમાં અષ્ટાપદની ભાવયાત્રા યોજાઈ હતી.

મુનિ ભદ્રેશ્વરવિજય-યોગીરત્નવિજયની નિશ્રામાં અષ્ટાપદની ભાવયાત્રા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...