• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • સ્વામિનારાયણ ગુરુકુલના 6 પ્લેયર રાજ્યકક્ષાની વોલીબોલ ટીમમાં રમશે

સ્વામિનારાયણ ગુરુકુલના 6 પ્લેયર રાજ્યકક્ષાની વોલીબોલ ટીમમાં રમશે

સુરત| સ્કૂલગેમ્સ અંતર્ગત યોજાયેલી અંડર-19 ટેનિસ વોલીબોલ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયની ટીમ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
સ્વામિનારાયણ ગુરુકુલના 6 પ્લેયર રાજ્યકક્ષાની વોલીબોલ ટીમમાં રમશે
સુરત| સ્કૂલગેમ્સ અંતર્ગત યોજાયેલી અંડર-19 ટેનિસ વોલીબોલ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયની ટીમ સમગ્ર સુરત જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચેમ્પિયન બની છે તેમજ આ ટીમના 6 પ્લેયર રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામીને ગુરુકુલનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ગુરુકુલના મહંત પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, સંચાલક પૂજ્ય શ્વેતવૈકુંઠદાસજી તથા પૂ.સ્વંયપ્રકાસદાસજી સ્વામી અને આચાર્ય ઠેસિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ આ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર પીટી શિક્ષકોને પણ અભિનંદન પાઠવામાં આવ્યા છે. અભિષેક ચાંદપરા, ઓમ મોરડિયા, વેદ સવાણી, મિત ધામેલીયા, દર્શન નાવડિયા અને જીલ સોનાણીની પસંદગી રાજ્યકક્ષાએ કરાઇ છે.

X
સ્વામિનારાયણ ગુરુકુલના 6 પ્લેયર રાજ્યકક્ષાની વોલીબોલ ટીમમાં રમશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App