• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • ચેન્નઇ ખાતે યોજાયેલી નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપમાં મોનીકાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

ચેન્નઇ ખાતે યોજાયેલી નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપમાં મોનીકાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરત| ઇન્ડિયન ટ્રાયથ્લોન ફેડરેશન દ્વારા એજગ્રૂપ નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપનું આયોજન તા.4-5 ઓગસ્ટના રોજ ચેન્નઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
ચેન્નઇ ખાતે યોજાયેલી નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપમાં મોનીકાએ ગોલ્ડ મેડલ મેળવ્યો
સુરત| ઇન્ડિયન ટ્રાયથ્લોન ફેડરેશન દ્વારા એજગ્રૂપ નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપનું આયોજન તા.4-5 ઓગસ્ટના રોજ ચેન્નઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની ટીમના કોચ કમળાકર મોરે અને મેનેજર બંકીમ જોષીના નૈતૃત્વ હેઠળ 12 ખેલાડી જેમાં છોકરા-છોકરી શામેલ હતા તેઓ ગયા હતા. જેમાં મોનીકા નાગપુરે, રાશી પટેલ, વિષ્ણુ સારંગ, શીલ્કી નાગપુરે અને કરણ નાગપુરે જોડાયા હતા. આ ચેમ્પિયનશિપમાં અંડર-19માં સુરતની મોનીકા નાગપુરે પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે રાજકોટના કુણાલ ગોસ્વામીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાશી પટેલ પાંચમા સ્થાને રહી સુંદર દેખાવ કરી ભારતદેશમાં ગુજરાતનું નામ રોશન કરવા બદલ રમત પ્રેમી પંકજભાઇ કાપડીયા કર્સર, સોફ્ટના ડિરેક્ટર ચિરંતન પટેલ, સુરત ટ્રાયથ્લોન એસોના પ્રમુખ જયંતભાઇ શુકલાએ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યાહતા.

X
ચેન્નઇ ખાતે યોજાયેલી નેશનલ એક્વાથ્લોન ચેમ્પિયનશિપમાં મોનીકાએ ગોલ્ડ મેડલ મેળવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App