• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાની તારીખ બદલાવામાં આવી

જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાની તારીખ બદલાવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| રમતગમત અધિકારીની કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે અનિવાર્ય સંજોગોને કારણે જિલ્લાકક્ષાની બાળ, શાળાકીય તથા સુબ્રટો મુખરજી કપ સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અંડર-19ની કબડ્ડીની બહેનોની સ્પર્ધા તા.13 ઓગસ્ટ, રાઇફલ શુટીંગની સ્પર્ધા તા.30 ઓગસ્ટ, રોલબોલની અંડર-14(બોય્ઝ-ગર્લ્સ)ની સ્પર્ધા અનુક્રમે 20 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ તેમજ અંડર-17 અને 19ની સ્પર્ધા તા.16 ઓગસ્ટના રોજ યોજાશે. સુબ્રટો મુખરજી ફૂટબોલ કપ અંડર-17ની સ્પર્ધા 7થી 8 ઓગસ્ટના રોજ તેમજ શાળાકીય અંડર-19 ભાઇઓની સ્પર્ધા તા.9 ઓગસ્ટ, અંડર-17 અને 19 બહેનોની સ્પર્ધા તા.10 ઓગસ્ટ, અને અંડર-14ની સ્પર્ધા તા.11 ઓગસ્ટના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...