તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બાબરાના ત્રંબોડામાં સવારે ગેસ સિલિન્ડર ફાટતા દલિત પરિવારનાં 9 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરાના ત્રંબોડામાં સવારે ગેસ સિલિન્ડર ફાટતા દલિત પરિવારનાં 9 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચા બનાવતા સમયે ધડાકો : પાંચની હાલત ગંભીર : ઘરવખરી બળીને રાખ

શારદાબેન પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ. 28) નામની મહિલા સવારમાં ગેસના ચુલા પર ઘરમાં ચા બનાવી રહ્યા હતાં તે સમયે અચાનક સિલિન્ડરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. સમયે ઘરમાં રહેલા તેમના પતિ પ્રેમજીભાઇ અને તેમના પિતા ખોડાભાઈ આગની ઝપેટમાં આવી ગયા હતાં. ધડાકાનો અવાજ સાંભળી બાજુમાં રહેતા પ્રેમજીભાઇના કુટુંબીઓ તેમને બચાવવા રૂમમાં દોડ્યા હતાં. પરિવારના લોકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. તમામ 9 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આગના કારણે દલીત પરિવારની ઘર વખરી પણ સળગીને રાખ થઇ ગઇ હતી. ઘાયલોને તાબડતોબ સારવાર માટે બાબરા દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતાં. અમરેલીથી બે વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવી હતી. ગામલોકોએ અહિં દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના કાપોદ્રામાં માતા પુત્રને સ્કૂલે મૂકવા ગઈ ને ઘરમાં વિસ્ફોટ

સુરત | કાપોદ્રાનીઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતી એક મહિલા ઘર બંધ કરીને પોતાના પુત્રને સ્કૂલે મૂકવા ગયા બાદ ઘરમાં ગેસ લીકેજ થઈ ફ્લેશ ફાયર થતાં સિલિન્ડર અને ફ્રીઝના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. જોરદાર ધડાકાને પગલે ઘરની બે દીવાલો તૂટી પડી હતી તો આગથી તમામ ઘરવખરી પણ ખાખ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો