તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કાચા માલનો ભાવ વધતા બોક્ષનું સ્થાનિક ઉત્પાદન બંધ થવાની નોબત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાચા માલનો ભાવ વધતા બોક્ષનું સ્થાનિક ઉત્પાદન બંધ થવાની નોબત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોરુગેટેડ બોક્ષ એટલે સામાન્ય ભાષામાં કહીયે તો પુઠાથી તૈયાર થતા બોક્ષ, બોક્ષ ભારતમાં 18 થી 20 હજાર યુનિટો દ્વારા તૈયાર થઇ રહ્યા છે તેમજ સાઉથ ગુજરાતના 1600 જેટલા યુનિટો કોરુગેટેડ બોક્ષ તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. જેમાંથી 1.50 લાખ પરિવારોનું ગુજરાન ચાલે છે. વાર્ષિક ટર્નઓવર 9 થી 10 હજાર કરોડ છે. ગુજરાત કોરુગેટેડ બોક્ષ મેન્યુફેકચરર એસો.ના પ્રેસીડન્ટ પ્રહ્લાદ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે,સામાન્ય રીતે એક કિલો પેપર વેસ્ટથી તૈયાર થતાં બોક્ષની પડતર 25 રૂપિયા પડતી હતી જેની સામે 32 રૂપિયામાં વેચાણ થતું હતું.પરંતું છેલ્લાં ત્રણ માસમાં ટૂકડે-ટૂકડે 45 થી 75 ટકાનો થયેલો ભાવ વધારાના કારણે આગામી સમયમાં 3 થી 4 દિવસ બંધ રાખવાની નોબત આવે તેમ છે.

વિદેશી મોટી ક્રાફ્ટ પેપર તેમજ ક્રાફ્ટ લાઇનર બોર્ડમાં જંગી વધારો અંદાજીત 100 ડોલર કરતા પણ વધુ ચાઇના,યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને મીડલ ઇસ્ટ દ્વારા કરાયો છે. ઉત્પાદન એકમોને અપાતી ક્રેડિટ લિમિટ 30 દિવસની જગ્યાએ ઘટાડી 15 દિવસ કરી દેવામાં આવી છે. મોટાભાગે ઇન્ડસ્ટ્રી સાથે નાના ઉત્પાદકો સંકળાયેલા છે અને ફાઇનલ યુર્ઝસ દ્વારા વધતી કિંમતો સામે ચૂકવણાં થતાં નથી. એવામાં ગુજરાત કોરુગેટેડ બોક્ષ એસો. દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીના કોમ્પિટીશન કમિશન ઓૅફ ઇન્ડિયાને રજુઆત કરી કાર્ટલાઇઝ કરનાર કંપનીઓ સામે દંડની જોગવાહી કરવાની રજુઆત સમેત ભાવનિયંત્રણનો મુદ્દો રજુ કરવામાં આવશે.

દ.ગુજરાતના 1600 કોરુગેટેડ બોક્ષ ઉત્પાદકોને ભાવવધારાની અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો