તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પીવાના પાણીની ફરિયાદ થાય તે પહેલા પાલિકા સ્ટાફ ઘરે ઘરે જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીવાના પાણીની ફરિયાદ થાય તે પહેલા પાલિકા સ્ટાફ ઘરે ઘરે જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે દિવસે પીવાના પાણીની તકલીફ હોય ત્યારે લોકો સામે ચાલીને પાલિકામાં ફરિયાદ કરતા હોય છે. જ્યારે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી પાલિકાએ પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે સામે ચાલીને લોકો પાસે જાય છે. તેમાં જે વિસ્તારમાં લોકોએ પીવાના પાણીની ફરિયાદ કરી હોય તો તેનો નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં તે માટે સતત એક સપ્તાહ કરતા વધુ સમય સુધી તપાસ કરાય છે. આસપાસના વિસ્તારમાં પણ તે માટેની તપાસ ઉભી કરવાની સમગ્ર સિસ્ટમ ઉભી કરી છે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગની આવી કામગીરીને કારણે આવતીકાલે નવી દિલ્હીના વસંત વિહાર ખાતે કેન્દ્રના વોટર રીસોર્સ, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ડ્રીકીંગ વોટર વિભાગ પાલિકાની પ્રમાણેની સરાહનીય કામગીરીને કારણે એવોર્ડ આપવાની છે.

લોકોના પ્રશ્રો પુછવા સ્ટાફ જાય છે

પાલિકાનાસાત ઝોનમાં લોકોને પીવાના પાણીની સમસ્યા નહીં પડે તે માટે ખાસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. તેમાં લોકોને પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે વિભાગો વચ્ચે સંકલન કરવાની પણ જવાબદારી આજ સ્ટાફને સોંપવામાં આવી છે. તેના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઓછામાં ઓછી પડે તે માટે તમામ પ્રયાસ હાલમાં પાલિકા કરી રહી છે.

લોકો ફરિયાદ કરે તો નિવારણ માટે સ્ટાફ મુકાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો