તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડુમસ રોડ પર 2 શોરૂમ માલિકોને 1.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ રોડ પર 2 શોરૂમ માલિકોને 1.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |જાહેર રસ્તા પર 40 ટકા સુધી વાહન પાર્કિંગ કરવામાં આવતુ હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોય છે તેવુ પાલિકાના પ્રાથમિક સરવેમાં બહાર આવ્યુ છે. જેથી જાહેર રસ્તા પર વાહન પાર્ક કરનારાઓ સામે પગલાં ભરવાની શરૂઆત અઠવા ઝોનથી કરવામાં આવી છે. તેમાં ડુમસ રોડ પર આવેલા ઓટો શોરૂમના માલિકો જાહેર રસ્તા પર અને ફુટપાથ પર વાહન પાર્ક કરતો હોવાના લીધે બે શોરૂમના માલિકોને 1.50 લાખનો દંડ ફટકાર્યો છે. શોરૂમના માલિકો જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા હોવાથી અઠવા ઝોને શોરૂમના માલિકોને જાહેર રસ્તા પર વાહનો પાર્ક નહીં કરવા માટે ટકોર કરી હતી.તેમ છતાં જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરવાનુ યથાવત રાખતા આજે અઠવા ઝોનના સ્ટાફે કાર્યવાહી કરીને બે શોરૂમના માલિકોને દંડ ફટકારી હવેથી જાહેર રસ્તા પર વાહનો પાર્ક નહીં કરે તે માટે અલ્ટીમેટમ પણ આપ્યુ છે.

આડેધડ પાર્કિંગ કરનારા શોરૂમના માલિકો પર તવાઇ

અન્ય શોરૂમ પણ દંડાશે

સુરતડુમસ રોડ પર આવેલા બે ઓટો શોરૂમના માલિકોને આજે અઠવા ઝોને દંડ ફટકાર્યો છે. જ્યારે આગામી દિવસોમાં ઓટો શોરૂમના અન્ય માલિકો પણ જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા અઠવા ઝોનના સ્ટાફને નજરે પડશે તો તેની સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

ઘોડદોડરોડના આડેધડ પાર્કિંગ હટાવાશે

ઘોડદોડપર આવેલા શોરૂમમાં આવતા મોટાભાગના ખરીદદારો જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા હોય છે. તેના લીધે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. થોડા સમય પહેલા પાલિકાના અઠવા ઝોને ઝીરો દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. જ્યારે હાલમાં ઘોડદોડ રોડની સ્થિતી પહેલા જેવી થઇ જવા પાંમી છે.તેમાં પણ પાર્લેપોઇન્ટથી નર્મદ લાયબ્રેરી સુધી તેમજ ભટાર રોડ પર જાહેર રસ્તા પર વાહનો આડેધડ પાર્ક કરવામાં આવી રહ્યા છે. શોરૂમના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તો સ્થાનિક લોકોને ઘણી રાહત થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો