તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ખાનગી જમીન ઉપર ડામરનો રસ્તો, જાહેર રસ્તા પર શૌચાલય બની ગયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી જમીન ઉપર ડામરનો રસ્તો, જાહેર રસ્તા પર શૌચાલય બની ગયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનેસ્માર્ટ સિટી બનાવવાની કવાયત કરાતી હોય ત્યારે સિસ્ટમ અને ઓર્ગેનાઈઝેશન વગર તે કાર્ય અઘરું નહીં પણ અસંભવ ગણી શકાય. કવાયતમાં તંત્રની કેટલી તૈયારી છે, તે તો તેના સ્માર્ટ વર્કથી કહી શકાય. મહાનગરપાલિકાના સ્માર્ટ વર્કની સામે આંગણી ચિંધતો એક એવો કિસ્સો સામે આવ્યો છે, કે જેમાં કચેરીની એકજ છત નીચે બેસતા બે વિભાગોમાં સંકલન નથી. સંકલનના અભાવે ખાનગી જમીન ઉપર ડામર રોડ બનાવી દેવાયો જયારે તેની બરાબર બાજુમાં જાહેર કરાયેલા રોડ પર સરકારી શૌચલય અને આંગણવાડી ભવનનું નિર્માણ ચણી દેવાયું છે. બનાવ પાલિકાના સેન્ટ્રલ ઝોનના ધાસ્તીપુરા વિસ્તારનો છે. ડામર રોડ બની ગયા બાદ હવે જમીન માલિક મિલ્કતનો કબજો પરત મેળવવા અને ડામર મટીરિયલ્સ કાઢી આપવા કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે, તો સ્થાનીકો શૌચલય અને આંગણવાડીની સેવા પણ યથાવત રાખવાનું રટણ લગાવી બેઠા છે. વિવાદ વચ્ચે મુળ જવાબદારો સામે આવવા તૈયાર નથી.

તો રોડના લાખો પાણીમાં

જમીનમાલિકે મિલ્કતના પુરાવા રજૂ કરી ગેરકાયદે કબજો દૂર કરવા અને જમીન પરત મેળવવા કાનુની કવાયત શરૂ કરી છે ત્યારે જો જમીનનો કબજો સોંપવામાં આવે તો લાખોના ખર્ચે બનાવેલો ડામર રોડ તોડવો પડે તેમ છે.

આંગણવાડી-શૌચાલય

પ્લોટના માલિકે ફરિયાદ કરતા છબરડો સામે આવ્યો

ધાસ્તીપુરા મેઇન રોડને અડીને આવેલા 4 ખાનગી પ્લોટ પર ડામરનો રસ્તો બનાવી દેવાયો.

TP દ્વારા સુચિત રસ્તા પર આંગણવાડી અને શૌચાલય બનાવી દેવાયું

તંત્ર માત્ર ભૂલ સ્વિકારે છે પરંતુ તેનું નુકસાન કોણ વેઠશે

મારી માલિકીની જમીન હોવા છતા પાલિકાએ મંજૂરી લીધી નથી

^ધાસ્તીપુરાની 1401થી 14014 વાળી મિલ્કત પર ડામર રોડ બનાવ્યાની સામે દોઢ વર્ષથી વિરોધ કરે છે. મારી માલિકી જમીન હોવા છતાં પાલિકાએ કોઈ મંજુરી લીધી નથી. હવે કહે છે કે કોર્પોરેશનનું ડામર છે એટલે તે જમીન સરકારી ગણાય. દોઢ વર્ષથી ન્યાય મેળવવા ધક્કા ખાઉ છુ પણ કોઈ સાંભણતું નથી. > તારીકપાનવાલા, જમીનમાલિક

રોડ બનાવતા પહેલા જમીન સંપાદન કરાઈ નથી

જમીનમાલિક સાથે પત્ર વ્યવહાર કરી વાંધાઓ ઉપર ચર્ચા કર્યા બાદ શાસકો સંપાદનની મ્હોર મારે છે. જોકે ધાસ્તીપુરાના વોર્ડ નંબર-7 ના સર્વે નંબર 1401થી 1404 સુધીની જમીન ઉપર ડામર રોડ બનાવતા પહેલા જમીનને સંપાદન કરવામાં આવી નથી. આટલુ નહીં પણ જમીનને વેરિફાઈ કરવા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય પણ મેળવવામાં આવ્યો નથી.

પાલિકામાં સંકલનનો અભાવ હાસ્યાસ્પદ સંજોગો ઉભા કરે છે

પાલિકાની ભૂલથી ધાસ્તીપુરાના જમીન માલિક હવે ધક્કા ખાઇ રહ્યા છે

તમારી જમીન ખુલ્લી પડી હોય તો ચેતજો પાકો રસ્તો બની શકે છે

સીધી વાત

બી.કે. પરમાર , કાર્યપાલક ઈજનેર

{ ધાસ્તીપુરાનીખાનગી જમીન પર ડામર રોડ બની ગયો છે?

-હા, ભૂલમાં મારા આવવા પહેલા બન્યો હતો. હવે ચેક કરી લઉં છું.

{ કેવીરીતે શક્ય છે?

-ખુલ્લી જગ્યા હોવાથી ત્યાં લોકો પગપાળા આવતા-જતા હતા જ, તેવામાં અમારાવાળા (કર્મીઓ) ગયા અને રસ્તો બનાવવાનો છે તેવું ચાલ્યું અેટલે રસ્તો બની ગયો.

{ તોજમીન માલિકનું શું?

-ત્યારે ખબર નહીં કે જગ્યા કોની છે, હવે ભાઈ ઉભા થયા અને કહે છે કે જગ્યા મારી છે.

{ તોશૌચલય કેમ બનાવ્યું?

-રસ્તાની આટલી મોટી જગ્યા મળી હોવાથી બાજુની કોર્પોરેશનની જગ્યા પર આંગણવાડી અને શૌચાલય બનાવ્યું છે.

{ હવેશું કરશો?

-જમીન માલિકે પુરાવા બતાવ્યા છે, તે સાચા છે પણ અમારા રેકર્ડ તપાસવાના બાકી છે, ખાતરી થશે તો ડામર કાઢી રસ્તો ખોલી આપીશું.

1404

1403

1402

1401

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો