તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભાઈની હત્યાનો બદલો લેવા છેક બિહારથી પિસ્તોલ લાવેલા યુવકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈની હત્યાનો બદલો લેવા છેક બિહારથી પિસ્તોલ લાવેલા યુવકની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રાંદેર મોરાભાગળ પાસેથી રાંદેર પોલીસે સોમવારે એક પિસ્તોલ અને એક્સ્ટ્રા મેગેઝીન સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ બે પિસ્તોલ તેના ઘરેથી પકડી પાડી હતી. ઈસ્માઈલ ઉર્ફે પપ્પુ સાલેહ અચ્છા(રહે.બરબોધન ગામ, બદામી ફળીયુ, ઓલપાડ)ની રાંદેર પોલીસે ધરપકડ કરી ત્રણ પિસ્તોલ, મેગેઝીન તેમજ કારતુસ કબજે કર્યા હતા. પશુપાલનનો વ્યવસાય કરતા ઈસ્માઈલ ઉર્ફે પપ્પુ સાલેહ અચ્છા તેના ભાઈના હત્યારા ઈસ્માઈલ પટેલની હત્યા કરવા માટે પિસ્તોલ લાવ્યો હતો. જો કે તે વખતે હત્યારો જેલમાં હતો. જેથી હત્યાનો પ્લાન શકય બન્યો હતો. શરૂઆતમાં તેણે એક પિસ્તોલ સુરતમાં મુકેશ નામના બિહારી પાસેથી લીધી હતી. પિસ્તોલ કામે લાગતા છેવટે તેણે જાતે બિહાર જઈને બે પિસ્તોલ ખરીદી લાવ્યો હતો અને પોતાની પાસે રાખતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો