તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 સ્મોકિંગ ઝોનને બંધ કરાવતી સરથાણા પોલીસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાનનાગલ્લામાં સ્મોકિંગ ઝોનના ઓઠા તળે વિદ્યાર્થીઓને વ્યસનના રવાડે ચડાવવામાં આવતા હોવાની ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ સરથાણા પોલીસે તેમના વિસ્તારમાં આવતા કુલ 22 પાનના ગલ્લા ચેક કર્યા હતા. જેમાંથી 15 ગલ્લાના સંચાલક સામે ગુનો નોંધી તમામના સ્મોકિંગ ઝોન બંધ કરાવ્યા હતા.

ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ ત્રણ દિવસ પૂર્વે પોલીસ કમિશનરને પત્ર પાઠવી પાનના ગલ્લામાં ઊભા કરાયેલા સ્મેકિંગ ઝોનમાં ટપોરીઓ પડ્યા પાથર્યા રહેતા હોવાની તથા સ્મોકિંગ ઝોન બંધ કરાવવા રજૂઆત કરી હતી. રજૂઆતને કેન્દ્રમાં રાખી સરથાણા પોલીસ મથકની ટીમે 22 પાનના ગલ્લા ચેક કર્યા હતા. જેમાંથી વોટ્સએપ પાન, પાન ડોટ કોમ, ભોલે, તુલસી, જલ સહિતના 15 પાનના ગલ્લામાં સ્મોકિંગ ઝોન બંધ કરાવ્યા હતા. જે તમામ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. સરથાણાના ઇન્સ્પેક્ટર એ.કે. પટેલે કહ્યું હતું કે તમામ ગલ્લાના સંચાલકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી કે 18 વર્ષથી નીચેની વયના તરુણ, કિશોર કે બાળકને જો તમાકુ-સિગારેટનું વેચાણ કર્યું છે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.

22 પાનના ગલ્લા ચેક કરી 15 સામે ગુના નોંધ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો