તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પ્રવેશોત્સવ : 15 હજાર બાળકો ધો.1માં પ્રવેશ લેવાની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશોત્સવ : 15 હજાર બાળકો ધો.1માં પ્રવેશ લેવાની શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રવેશોત્સવ અંતર્ગત હજારો બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં ધો.1માં પ્રવેશ આપવામાં આવે છે. ગત વર્ષે શિક્ષણ સમિતિની શાળામાં ધો.1માં પ્રવેશોત્સવ દરમ્યાન અંદાજે 15 હજારથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આગામી 2017-18ના નવા શૈક્ષણિક વર્ષમાં અંદાજે 15 હજારથી 17 હજાર બાળકો પ્રવેશ મેળવે એવી સંભાવના છે. જેથી અત્યારથી શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. સમિતિના સાંસ્કૃતિક કમિટીના કન્વીનર પરિમલ ભાઇ ચાસીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે સરકાર દ્વારા ગરીબ બાળકોને ઉત્સાહભેર સરકારી શાળામાં પ્રવેશ આપવા માટે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખાનગી શાળાની જેમ શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને મફતમાં ગણવેશ, પુસ્તકો, બૂટ-મોજાં સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેથી ચાલુ વર્ષે સમિતિની શાળામાં ધો.1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પ્રવેશોત્સવની તૈયારીઓ હાથ ધરાઇ છે.

પ્રવેશોત્સવમાં બાળકોને ગણવેશ, પુસ્તકો, બૂટ-મોજાં અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો