તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના વરાછાના આધેડે દેવું થઇ જતાં ઝેર પીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાવરાછા વિસ્તારમાં રહેતા આધેડે વિષપાન કરી જીવનનો અંત આણ્યો હતો. દેવું થઇ જતાં ડિપ્રેશનમાં આવીને તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. મૂળ જામનગરના લાલપુર તાલુકાના વતની અને હાલમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી તાપી દર્શન સોસાયટી ખાતે રહેતા 52 વર્ષીય વિઠ્ઠલ તાળાએ રવિવારે સાંજે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર માટે સ્થાનિક વિસ્તારની ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સંબંધીઓના જણાવ્યા મુજબ મૃતક વિઠ્ઠલભાઈને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે. હાલ તેઓ નિવૃત જીવન પસાર કરતા હતા. સાથે તેમની વતનમાં આવેલી જમીનમાં ખેતીકામ કરતા હતા. ખેતીની જમીનમાં વ્યવસ્થિત ઉપજ ના થવાથી તેમને દેવું કર્યું હતું. દેવાના કારણે છેલ્લા થોડા સમયથી ટેન્શનમાં રહેતા હોઈ અંતિમ પગલું ભરી લીધું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...