તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1 જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાળની વેપારીઓની ચીમકી

1 જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાળની વેપારીઓની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીનો વિરોધ કરવા માર્કેટ વિસ્તારના ત્રણેય સંઘો ફોસ્ટા,સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો. અને વેપાર પ્રગતિ સંઘે મળીને જીએસટી સંર્ઘષ સમિતિ નિમિ તેની આગેવાની ફોસ્ટાના માજી ડિરેક્ટર તારાચંદ કાસાટને સોંપી દીધી છે. સમિતિની આજરોજ મળેલી બેઠકમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલા અન્ય રાજ્યો કોલકત્તા,વારાણસી, બેંગ્લોર, પાલી, પટના, ઇચ્છલકરંજી, આગ્રા, હૈદરાબાદ,મુઝફ્ફરપુર વગેરે સાથે સુરત તથા દક્ષિણ ગુજરાતના તમામ ટેક્સટાઇલ ટ્રેડર્સ 15મી જુન ગુરૂવારે એક દિવસીય ટોકન હડતાલ પર જશે.એક દિવસીય ટોકન હડતાલના કારણે રોજીંદું કાપડ માર્કેટમાં નોટબંધી પછી ઉત્પાદિત થતાં 3 કરોડ મીટર કાપડના કારણે 1.25 કરોડનું ટર્નઓવર અટકી જશે.જીએસટી ટ્રેડિંગ સેક્ટર પર નહી ઇચ્છતા સમગ્ર વેપારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો.આ સાથે અઠવાડિયું હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ યથાવત રાખશે.

જીએસટીનો સંર્ઘષ સમિતિ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પ્રતિનિધિ મંડળના જ્ણાવ્યાનુસાર,કાપડાના વેપારીઓ ગ્રે ખરીદ કરીને તેના પર એમ્બ્રોડરી વર્ક, લેસ પટ્ટી, ડાયમંડ વર્ક સહિત કામ કરાવે છે. તેઓ કેટલી વખત ટેક્સ ભરશે. અહી થી માલના વેચાણ બાદ કોઈ વખત માલ પરત પણ આવે છે તેની એન્ટ્રી કરવાની પણ મુશ્કેલી ઉભી થશે. ઉદ્યોગ પર મોટી સંખ્યામાં મહિલાઓ પણ નિર્ભર છે. તે મહિલાઓ કેવી રીતે રીટર્ન ફાઈલ કરશે અને હિસાબ રાખશે.તમામ મુંઝવણો અને રોષ વચ્ચે એક દિવસીય ટોકન હડતાલનો નિર્ણય કર્યો છે.

માર્કેટના વિવિધ મંડળો મેદાનમાં : યાર્ન પર વન ટાઇમ ટેક્સની માંગ સાથે GST સંઘર્ષ સમિતિનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હીમાં

GSTમાં 15મીની ટોકન હડતાળ બાદ પણ માંગ નહીં સંતોષાય તો

અન્ય સમાચારો પણ છે...