તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાં ‘સહજ’ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ વેટરન ક્રિકેટ ટુર્ના.નું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં ‘સહજ’ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ વેટરન ક્રિકેટ ટુર્ના.નું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ઇન્ટરડિસ્ટ્રીક્ટ વેટરન ક્રિકેટ ટુર્નામેન્ટ 23મી થી 26મી માર્ચ દરમિયાન યોજાશે.સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો. અને ગુજરાત વેટરન ક્રિકેટ એસો.ના સહયોગથી સુરત ખાતે રમાશે.

ટુર્નામેન્ટ ‘સહજ’ના કેતનભાઈ પટેલના આર્થિક સહકારથી બે ગ્રૂપમાં રમાડાશે. ગુજરાત વેટરન ક્રિકેટ એસો.ની શરૂઆત સને 2000માં માજી ફર્સ્ટ ક્લાસ પ્લેયર દ્વારા રાજ્યનાં 35 વર્ષથી ઉપરના રિટાયર પ્લેયરોને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વેટરન ક્રિકેટ એસો., બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયા સાથે સંકળાયલ છે.

ટુર્નામેન્ટમાં અમદાવાદ, ખેડા, આણંદ, બનાસકાંઠા, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડ કુલ 8 ડિસ્ટ્રીક્ટની ટીમ ભાગ લેશે. ટુર્નામેન્ટમાં માજી રણજી પ્લેયર અને દુલિપ ટ્રોફી પ્લેયર પણ ભાગ લેશે. ટુર્નામેન્ટની મેચો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, આણંદ અને બનાસકાંઠાના ગ્રાઉન્ડ પર નોકઆઉટ પધ્ધતિથી રમાડાશે.

એસ.ડી.સી.એ.ના પ્રમુખ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, સિનીયર ઉપપ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, ઉપપ્રમુખ એસ.એ. રાવલ, સેક્રેટરી હિતેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી નરેન્દ્ર ગાંધી, ખજાનચી સી.એ. મયંક દેસાઈના માર્ગદર્શન તથા પ્રોત્સાહન હેઠળ ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષભાઇ દેસાઇ તથા ક્રિકેટ કમિટીના સભ્યો મેચના આયોજન માટે ભારે જહેમત કરી રહ્યાં છે.સુરતની જનતા મેચો નિ:શુલ્ક માણી શકશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો