તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવાણી હોસ્પિટલમાં આગ તબીબ-દર્દી સહિત 8નો બચાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોલી ચાર રસ્તા પાસે રાજલક્ષ્મી એમ્પાયરમાં ત્રણ માળ અને પતરાના સેડ સાથે ઉભા કરાયેલા ચોથા માળમાં બીજા-ત્રીજા માળે હરેશ હીમ્મતભાઈ સવાણીની માલિકીની સવાણી હોસ્પિટલ એન્ડ ડાયાબીટીસ કેર સેન્ટરમાં મંગળવારે સવારે દશેક વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગ રસોડામાંથી બીજા માળની હોસ્પિટલમાં ફેલાઈ હતી. આગને પગલે હોસ્પિટલના સ્ટાફ-દર્દીઓમાં જીવ બચાવવા ભાગદોડ મચી હતી. આગમાં ધૂમાડાના ગોટેગોટા વિસ્તારથી એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતાં. હોસ્પિટલની બહાર ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. આગની જાણ થતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બસંત પરિખ, ડિવિઝનલ ઓફિસર માખીજાની ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂતે લાશ્કરો તેમજ ફાયર ફાઈટર, પાંચ ટેન્કર અને એક ઈમરજન્સી રેશ્ક્યુ વિહિકલ્સ (ઈવીએમ) સાથે પહોંચી ગયા હતા અને બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.

દોઢ વર્ષ અગાઉ હોસ્પિટલ શરૂ થઈ

દોઢવર્ષ અગાઉ હોસ્પિટલ શરૂ થઈ છે. આગમાં મેડિકલ ઈક્વિપમેન્ટ, બેડ, ફર્નિચર, વાયરિંગ, પંખા, એરકંન્ડીશન સહીતને નુકશાન પહોંચ્યુ હતું. રસોડાથી આગ લાગી હતી એક વપરાતો અને એક ભરેલો એલપીજી ગેસ સિલિન્ડર જોકે સલામત બહાર કાઢી લેવાયો હતો જે બ્લાસ્ટ થાત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેમ ઓફિસર રાજપુતે જણાવ્યું હતું.

ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ ફટકારાઇ

સવાણીહોસ્પિટલમાં રસોડામાંથી આગ લાગી હતી. આગનુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બિલ્ડીંગમાં હોસ્પિટલો હોવા છતાં સમખાવા પુરતા પણ ફાયરસેફ્ટિના સાધનો હતાં. ફાયર સેફ્ટી હોવાથી સંચાલકોને નોટીસ ફટકારાઈ હોવાનું ડિવિઝનલ ઓફિસર માખીજાનીએ જણાવ્યું હતું.

ફાયરબ્રિગેડની ટીમે રેશ્ક્યુ ઓપરેશન હાથ ધરતાં આગ વધુ ફેલાતા અટકી

દીલધડક રેસ્ક્યુ

ડભોલી ચાર રાસ્તા પર હોસ્પિટલમાં ભયાનક આગનાં કારણે દર્દીઓ અને ર્સ્ટાફને હોસ્પિટલની પાછળથી બારી તોડી બહાર કઢાયા હતા.

હોસ્પિટલના કાચ તોડવા પડ્યા હતાં. જોકે, ધૂમાડો વધુ હોવાથી તેમજ અંદર લોકો ફસાયેલા જણાતા ફાયર બ્રિગેડના જવાનો બ્રિથિંગ ઓપરેટીંગ સેટ (બીઓએસ) પહેરીને અંદર પહોંચ્યા હતાં. ધૂમાડામાં ફસાયેલા આસી. ડોક્ટર યશભાઈ, બે નર્સ મનીષાબેન, કલ્પનાબેન ઉપરાંત દિપકભાઈ તથા દર્દી અંકિતાબેન નવીનભાઈ અને તેમના બે સંબંધી અને એક અન્ય વ્યક્તિ એમ આઠને બીજા માળે બારીમાંથી હોસ્પિટલ પાછળના ભાગેથી સિડીથી ઉતારી બચાવી લેવાયા હતાં.

હોસ્પિટલના પાછળના ભાગે સીડીથી ઉતારાયા

હોસ્પિટલમાં ફાયરના સાધનોના અભાવે આગ વિકરાળ બની

રાજલક્ષ્મી એમ્પાયરની સવાણી હોસ્પિટલના રસોડામાંથી આગ ફેલાતાં ધૂમાડાના ગોટેગોટા, આગ પર 2 કલાકે કાબુ મેળવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો