તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વેફર્સ વેચનાર સમેત જ્વેલર્સનું 6 કરોડનું PMGKYમાં ડિસ્કલોઝર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેફર્સ વેચનાર સમેત જ્વેલર્સનું 6 કરોડનું PMGKYમાં ડિસ્કલોઝર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
31 માર્ચ નજીક આવતી જાય છે તેમ પીએમજીકેવાયની મુદ્દત પૂર્ણ થવા આવી રહી છે એવામાં છેલ્લાં 10 દિવસમાં સપાટો બોલાવી દેવાના ઇરાદે આઇટીની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા શહેરમાં સરવેનો દૌર હાથ ધરાયો છે. જે પૈકી આઇટી દ્વારા છેલ્લાં અઠવાડિયા દરમ્યાન 12 જગ્યાએ કરાયેલા સરવે પૈકી ઘોડદોડ રોડના આર.ડી જ્વેલર્સ દ્વારા પીએમજીકેવાય હેઠળ 3 કરોડ જ્યારે, ઘોડદોડ રોડના બીજા જ્વેલર્સ શૈજલ દ્વારા 50 લાખ તેમજ કતારગામના રામેશ્વર સર્વણ મંદિર દ્વારા 75 લાખ,સરસિયા પેટ્રોલ પંપ દ્વારા 15 લાખ, કોર ઓટોમોબાઇલ્સના 17 લાખ, લક્ષ્મી આલુ ભંડારના 45 લાખ,મીના ટ્રેડિંગ દ્વારા 50 લાખ તેમજ વરાછાના વેફર્સ વેચનારા દ્વારા 8 લાખ મળીને કુલ 5.60 કરોડનું ડિસ્કલોઝર કરવામાં આવ્યું હતું.

વિંગ દ્વારા સરવેની પ્રક્રિયા સતત ચાલુ રાખતા મંગળવારના રોજ સ્વાગત જ્વેલર્સ અને રીંગરોડ સ્થિત પ્રતિક સિલ્ક મિલ્સ પર થયેલા સરવેમાં અનુક્રમે 83 લાખ અને 1.8 કરોડ ડિપોઝીટ કરાવ્યા હતા.બંન્ને મળીને કુલ 2.63 કરોડ બેંકમાં જમા કરાવાયા હતા.

ITએ 12 સરવે હાથ ધર્યા,સરવેની સંખ્યા બમણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો