તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે તીર્થંકર આદિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારનારોજ ફાગણ વદ આઠમની તિથિએ જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુનો જન્મકલ્યાણક દિવસ ઊજવાશે. પ્રસંગે શહેરના સંઘોમાં જીવદાય ઉપરાંત દેરાસરો તેમજ જિનાલયોમાં ભગવાનને આંગી શણગારવામાં આવશે. તમામ મંડળો પોતાના સંઘમાં સ્નાત્ર મહોત્સવ પણ ઊજવશે. અંગે મળતી માહિતી અનુસાર જૈનધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનો જન્મ કલ્યાણ આજે ઉજવાશે. પ્રસંગે શહેરભરના 40થી વધુ મોટા સંઘો સહિત 90 જેટલા સંઘોમાં આની ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે જીવદયા સહિતના અનેક કાર્યક્રમોમાં ઉછામણીઓ થશે અને ભક્તો સમૂહ સામાયિક સહિત પ્રભુજીની પુજા અર્ચના કરશે.

અંગે મળતી માહિતી અનુસાર શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ ખાતે અનેક વર્ષો બાદ ભગવાન આદિનાથના જન્મ-દીક્ષા કલ્યાણકની ઉજવણી કરવામાં આવી છે. પૂજ્ય પ્રભુએ રાજપાટ છોડીને વૈરાગ્યનો માર્ગ સ્વીકાર્યો હતો. વીતરાગનો બનવાનો માર્ગ વૈરાગ્યથી શરૂ થાય છે. પ્રસંગની ઉજવણી પૂજ્ય ગચ્છાધિપતિ જયઘોષ સૂરિશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય જયસુંદર સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી યુગંધર વિજયજી મહારાજની નિશ્રામાં કરવામાં આવશે. પૌષધશાળામાં આખું જંગલનું બનાવવામાં આવ્યું છે. સાથે સંગીતનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન વરસીદાન અપાશે, અભિષેક અને વરઘોડો પણ નિકળશે. પંન્યાસ ભદ્રકીર્તિ વિજયજી અને મુનિ હંસબોધિ વિજયજીની નિશ્રામાં પણ પાલ જૈન સંઘ ખાતે સવારે 9:30 કલાકે પ્રવચન ઇત્યાદિ કાર્યક્રમોમાં શ્રાવક-શ્રાવિકોની ભારે ભીડ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો