તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત કલેક્ટરને બેસ્ટ DDO અને કલેક્ટર તરીકેનો અેવોર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત કલેક્ટરને બેસ્ટ DDO અને કલેક્ટર તરીકેનો અેવોર્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સુરતજીલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012-13ના બેસ્ટ ડીડીઓ અને વર્ષ 2014-15ના બેસ્ટ કલેક્ટર તરીકેનો એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ તેમણા દ્વારા જીલ્લાને ફરીથી જીવીત કે શસક્ત કરવા માટે આપવામાં આવ્યો છે.

મહેન્દ્રભાઈ પટેેલ વર્ષ 2012-13માં બનાસકાંઠામાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારપછી વર્ષ 2014-15માં તેઓ કચ્છ જીલ્લાના કલેક્ટર તરીકે ફરજ પર હતા. દરમિયાન કચ્છમાં તેમના સમયે નિલોફર વાવાઝોડાથી ઘણું નુકશાન થાય એમ હતું. પરંતુ તેમની કુશળ કામગીરીથી કોઈ નુકશાન કે જાનહાનિ થઈ હતી. ત્યાર પછી કચ્છને અછતગ્રસ્ત જીલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પણ તેમણે તેમના અનુભવના નીચોળથી જીલ્લાને અછતની સ્થિતિમાં પણ સરકારની યોજનાાઓ ને એક એક ખેડૂત સુધી પહોંચાવી હતી. સ્વાઈનફ્લુ વખતે પણ તેમણે ઘરે ઘરે ટીમ મોકલીને શંકાસ્પદ કેસોની સારવાર કરાવવામાં કોઈ કસર નહી રાખી હતી. તેમની કામગીરી માટે વડાપ્રધાને પણ તેમણે અભિનંંદન આપ્યા હતા. કામગીરી બાબતે તેમણે શસક્ત જીલ્લો કરવા અંગેનો એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો