તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 2800 ગુરૂભક્તોએ સ્વૈચ્છિક અલગ અલગ પ્રતિજ્ઞાઓ લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2800 ગુરૂભક્તોએ સ્વૈચ્છિક અલગ-અલગ પ્રતિજ્ઞાઓ લીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રસંતજૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન જૈનાચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી ની શહેરમાં પ્રથમવાર ચાતુર્માસ ફરમાવી રહ્યા છે ત્યારે તેમની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. ઓજસ્વી ઉદ્દગારો કેવી જોરદાર અસર કરે છે એનો સાક્ષાત નજારો આજે ભટાર રોડ ખાતે આશિર્વાદ પેલેસનાં ગેટ નંબર-3 સામે શ્રી બુદ્ધિ-વીર વાટિકાના ભવ્ય મંડપમાં જોવા મળ્યો હતો. જ્યારે ઉપસ્થિત લગભગ 3000 યુવા શ્રોતાઓને પોતાના હૃદયસ્પર્શી પ્રવચન દ્વારા આંદોલીત કરી તેજસ્વી સંત આચાર્ય પ્રવર વિમલસાગર સૂરિશ્વરજી મહારાજે સહુને હાંકલ કરી હતી કે પ્રતિજ્ઞાબદ્ધ બનો. નાના-મોટા સંકલ્પો લઇ ખોટા માર્ગેથી પાછા વળો. યમ-નિયમ બંધન નહીં, જીવનની સુરક્ષા છે. યથાસંભવ સત્પ્રવૃતિઓ કરો. ધર્મ આરાધના કરો જો તમે મનથી ધારો તો ઘણું ખરૂં કરી શકો છો. બુધવારે જૈનાચાર્યનાં શબ્દોની મંત્ર જેવી અસર થઇ હતી. આખો પ્રવચન ડોમ ક્ષણભર માટે સ્તબ્ધ બની ગયો હતો. લગભગ 2800થી વધુ ભાવિકો સ્વૈચ્છા પૂર્વખ પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરવા ઉભા થઇ ગયા હતા. મોટાભાગનાં લોકોની આંખોમા તે વખતે વેદના અને લાગણીનાં આસું આવી ગયા હતા. મુનિ પદ્મવિમલસાગરજી મહારાજે સહુને પ્રતિજ્ઞાઓ આપી હતી. સહૂને નાના-મોટા સંકલ્પો લઇ ધન્યતા અનુભવી હતી. પોતાની ધારદાર શૈલીમાં આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજે વિરાટ ધર્મસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જિંદગીનો ખેલ ગમે ત્યારે પુરો થઇ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કરન્સી ઉપરવાળાની બેન્કમાં ટ્રાન્સફર થઇ શકે એ‌વી કોઇ વ્યવસ્થા નથી. એટલા માટે સાવધાન બનો. અમૂલ્ય જીવનને ઓળખો. મુશ્કેલથી જિંદગી મળી છે. ફરી-ફરીને નહિં મળે. સમજી વિચારીને પાપકાર્યો ઓછા કરો, વ્યસન મુક્ત બનો, ક્રોધ પર નિયંત્રણ કરો, અન્યાય-અનીતિના માર્ગો પસંદ કરો. જો તમે પોતાની કૂવૃત્તિઓને બદલી શક્યા તો જિંદગી પણ બર્બાદ થશે અને મોત પણ બગડશે.

ગેરમાર્ગે દોરશો તો કોઇ ભગવાન,ગુરૂ કે દેવ તમારી રક્ષા નહિં કરી શકે!, લોકોએ મોટી સંખ્યામાં આયંબિલ અને અઠ્ઠમ તપની સાધનામાં જોડાવા નામોે લખાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો