તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પ્રથમવાર સળંગ 45 આયંબિલ તપની ભવ્ય આરાધના કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમવાર સળંગ 45 આયંબિલ તપની ભવ્ય આરાધના કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીકતારગામ જૈન સંઘ, વર્ષાવાસ કાજે પધારેલા પૂજ્ય જૈનાચાર્ય મુક્તિચંદ્રસૂરિશ્વરજી મહારાજ અને પૂજ્ય જૈનાચાર્ય મુનિચંદ્ર સૂરિશ્વરજી મહારાજ આદિ પૂજ્યોએ આયંબિલના તપનું મહત્વ અને આયંબિલ તપ એટલે શું તે સમજાવ્યું હતું. આયંબિલ તપ જૈનદર્શનની અદ્દભુત ભેટ સમગ્ર જગતને મળી છે. તેમા અહિંસાવાદ,કર્મવાદ,પરમાણુવાદ,અપરિગ્રહવાદ વગેરે પ્રસિદ્ધ છે. માં હજુ એક ચીજ ઉમેરી શકાય છે તે ચીજ એટલે આયંબિલ, આયંબિલ તપમાં દૂધ,દહીં,ઘી,તેલ,ગોળ,મીઠાઇ, ફરસાણ,ફળ,ડ્રાયફ્રૂટ વગેરેનો સંપૂર્ણ ત્યાગ હોય છે. માત્ર બાફેલું શેકેલું લેવાનુ અને તે પણ દિવસમાં એક ટાઇમ સાંજે લેવાનું હોય છે. 7 વાગ્યા પછી પાણીબંધ,દિવસમાં ફક્તી પાણી પી શકાય આ‌વું આયંબિલ તપનું અદ્દભુત અનુષ્ઠાન છે. પૂજ્યશ્રીએ કહ્યું કે, 8 વર્ષ પહેલા એક બહેને આયંબિલ ચાલુ કર્યા હતા આજે તેમના 2600થી વધુ આયંબિલ કર્યા છે. કતારગામ જૈનસંઘમાં 45 આયંબિલ સામૂહિક તપ થવાનો છે જેમા મોટી સંખ્યામાં આરાધકો જોડાશે. સળગં 45 દિવસ માટે આયંબિલ તપ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો