તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘તમે અમને મસાજ કરો, ટેક્સ રિટર્નની ચિંતા છોડો’: સંચાલકો ટેક્સ તો ઠીક, રિટર્ન પણ ભરતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તમે અમને મસાજ કરો, ટેક્સ-રિટર્નની ચિંતા છોડો’: સંચાલકો ટેક્સ તો ઠીક, રિટર્ન પણ ભરતા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
40 પાર્લરને સર્વિસ ટેક્સ વિભાગે નોટિસથી ‘મસાજ’ કરી

સર્વિસટેક્સના એક ઉચ્ચ અધિકારી ભારે અસમંજસમાં છે. રોજ પેપર વાંચીને તેમના ધ્યાને આવે છે કે મસાજ પાર્લરો શહેરમાં ધમધમી રહ્યા છે પરંતુ તેમના ક્રિમ એરિયામાંથી મસાર્જ પાર્લરવાળા ટેક્સ તો ઠીક રીટર્ન પણ ફાઇલ કરતાં નથી. તેઓ ઇન્સપેક્ટરને બોલાવે છે અને પૃચ્છા કરે છે ભાઇ! સમાજ પાર્લરવાળા કેમ રિટર્ન ફાઇલ કરતાં નથી. ઇન્સ્પેકટર જવાબ આપે છે કે ‘સાહેબ! એટલી કમાણી નથી, એટલે રિટર્ન ફાઇલ કરતાં નથી.’ જો કે, અધિકારીને મગજમાં હતું કે ‘કમાણી’ તો ઘણી છે. એટલે તેઓ સમજી ગયા કે ઇન્સ્પેકટર ખોટું બોલે છે. તેમણે ખાનગી રાહે તપાસ કારવી, સ્ટાફના કેટલાંક લોકોને પણ મસાજ પાર્લરમાં મોકલ્યા તો ડેટા અપેક્ષા અનુસાર આવ્યા અને સાથે એક ચોંકાવનારી હકિકત પણ સામે આવી કે આપણો કેટલોક સ્ટાફ પાર્લરમાં ફાંકા ફોજદારી કરી આવે છે કે ‘તમે અમને મસાજ કરો, ટેક્સ અને રિટર્નની ચિંતા છોડો’. જાણે મસાજ પર ટેક્સ ફ્રી.

વાડ ચીભડાં ગળે’ કહેવત શહેરભરમાં ધમધમતાં મસાજ પાર્લરોના કિસ્સામાં સાર્થક થઈ છે અને સાથે સર્વિસ ટેક્સ વિભાગમાં ભારે ચર્ચા પણ જાગી છે. મસાજ પાર્લરમાં સામાન્ય બિલ રૂપિયા 5000 થતું હોય છે અને સ્થિતિમાં વાર્ષિક ટર્નઓવર રૂપિયા 10 લાખ થવું કોઇ મોટી વાત હતી. આથી ઉચ્ચ અધિકારી અન્ય વિસ્તારના પાર્લરના ડેટા ચકાસીને સતત વિમાસણમાં રહેતા હતા કે આપણી રેન્જમાં કે જ્યાં પાર્લેપોઇન્ટ, સિટી લાઇટ અને વીઆઇપી રોડ જેવા પોશ વિસ્તારો આવે છે ત્યાં મસાજ પાર્લરમાંથી એક રૂપિયો પણ ટેક્સ આવતો નથી. આખરે તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થતાં હવે ફટાફટ નોટિસ ઇસ્યૂ કરવાની શરૂઆત કરી દેવાઈ છે અને ખુદ સર્વિસ ટેક્સ વિભાગનો જે સ્ટાફ મફતમાં મસાજ પાર્લરની સેવા લેતો હતો તેમને મૌખિક ફટકાર લગાવવામાં આવી છે. અલબત્ત, બાબતે અત્યાર સુધીમાં નોટિસ કે કોઈ વહીવટી પગલાં લેવાયાં નથી. હાલ, સાતથી આઠ સમાજ પાર્લરનાં નામ સામે આવી રહ્યાં છે જ્યાં સ્ટાફના માણસો મસાજ કરાવી ગુલાબી થઈ આવતા હતા.

મસાજ પાર્લરની આવક સામે આવતાં હવે તમામે ડેટા મેન્ટેઇન કરવા પડશે. પાર્લરમાં આવતા લોકોની એન્ટ્રી કરવી પડશે અને બિલ પણ આપવા પડશે. નોંધનીય છે કે સર્વિસ ટેક્સ ટોટલ ટર્નઓવર પર લાગે છે.

તમામ પાર્લરે ડેટા મેન્ટેઇન કરવા પડશે

સર્વિસ ટેક્સના અધિકારીઓની 300 મસાજ પાર્લરમાં ફાંકા ફોજદારી

સર્વિસ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં નાના મોટા મળી કુલ 300 જેટલાં મસાજ પાર્લર છે. મસાજ સ્કેન્ડલ બાદ હાલ 40 પાર્લરને નોટિસ ઇસ્યૂ કરવામાં આ‌વી છે. અધિકારીઓ હવે પાર્લરના છેલ્લાં વર્ષના ડેટા ચકાસશે અને તેના આધારે ટેક્સ લાયાબિલિટી નક્કી કરશે. 40 પાર્લરમાં સ્ટાફ જ્યાં મસાજ કરી આવતો હતો તેનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, હાલ સર્વિસ ટેક્સનો દર 15.50 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો