તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત એરપોર્ટને ખાનગી એર લાઇન્સનો લાભ મળવાની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત એરપોર્ટને ખાનગી એર લાઇન્સનો લાભ મળવાની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. સુરત

સુરતએરપોર્ટ ખાનગી એર લાઈન્સ અને એર કનેક્ટિવિટીના મુદ્દે વંચિત રહી જાય તે માટે સુરતના સાંસદો, WWWAS અને SAAC ગ્રુપની મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના જોઈન્ટ સેક્રેટરી ઉષા પધે સાથે બેઠક થઈ હતી. બેઠકમાં એર ઈન્ડિયા, એરએશિયા, વિસ્ટ્રા, ગોએર, જેટ એરવેસ જેવી ખાનગી એરલાઈન્સના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ દર્શના જરદોશ, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, એર કનેક્ટિવિટી માટે કાર્યરત એનજીઓના મેમ્બર સંજય જૈન, રોહન દેસાઈ, સંજય ઈઝાવા, કિશોર પટેલ વગેરે હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી.

^ ખાનગી એર લાઈન્સ કંપનીઓ ઠાગાઠૈયાં કરે છે. તેમને પણ ભારપૂર્વક રજૂઆત કરાઈ છે. એવિએશન મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ઉષા પધેએ પણ અંગત રસ લઈને સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટેના પ્રયાસો કર્ય છે. > દર્શનાજરદોષ, સાંસદ

^ ખાનગી એર લાઈન્સના અધિકારી સાથે રૂબરૂમાં મળી સુરતને ખાનગી એર લાઈન્સ અને એર કનેક્ટિવિટી મુદ્દે વાતો કરી હતી. જરૂર પડશે બેંક ગેરન્ટી આપવા જણાવ્યું છે. આશા છે કે ખાનગી એર લાઈન્સનો લાભ મળશે. > સી.આર.પાટીલ, સાંસદ

પ્રેઝનટેશન જોયા બાદ ઉષા પધેએ ખાનગી એરલાઈન્સના અધિકારીઓને જણાવ્યું હતું કે, સુરતને ખાનગી એરલાઈન્સ મળે તે માટે જે થતું હોય તે તાત્કાલિક કરો અને 29 જુલાઈએ લેખીતમાં જવાબ રજૂ કરો.

સુરત એરપોર્ટ માટે જે થતું હોય તે કરો: ઉષા પધે

સાંસદો, WWWAS, SAACની જોઇન્ટ સેક્રેટરી સાથે બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો