તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માંગ સાથે હજારો દલિતો રસ્તા પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આક્રોશ : 10થી વધારે સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માંગ્યો હઠ : કલેક્ટરને આવેદન લેવા માટે નીચે બોલાવવાની જીદ સાથે 30 મિનિટ ડ્રામા પડઘો : કલેક્ટર મીટિંગમાં હોવાથી આખરે અધિક કલેક્ટરે આવેદન સ્વીકારી સાંભળ્યા


ન્યાયની માંગ સાથે હજારો દલિતો રસ્તા પર

ઉનામાંદલિત યુવકો પર થયેલા અત્યાચારનો જ્વાળા રાજ્યભરમાં ફાટી નીકળ્યો છે. તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. સુરતમાં બુધવારે વિવિધ સમાજના દલિત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત દલિત સમાજ સેવા મંડળે આવેદન લેવા માટે કલેક્ટરને કચેરીમાંથી નીચે બોલાવવાની જીદ પકડી હતી. જો કે, કેલ્કટર મીટિંગમાં વ્યસ્ત હોવાથી અધિક કલેક્ટરે આવેદન સ્વીકાર્યું હતું.

શહેરમાં બુધવારે દલિત સમાજના વિવિધ આગેવાનો ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા. ઉધના દરવાજા પાસેથી મજૂરા ગેટ થઈ અઠવાલાઈન સુધી વિવિધ સમાજના દલિતોની વિશાળ રેલી નિકળી હતી. આશરે 2000 જેટલા દલિતોએ કલેક્ટર કચેરીને ઘેરી લીઘી હતી.

શરૂઆતમાં માહ્યાવંશી સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપી નિકળી ગયા હતા. થોડી વાર પછી ભારતીય દલિત અધિકાર મંચ અને દક્ષિણ ગુજરાત દલિત સમાજ સેવા મંડળના આગેવાનો હજારોની સંખ્યામાં આવ્યા હતા અને જિલ્લા સેવાસદન નીચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે કલેક્ટરને નીચે આવીને આવેદન લેવા માટેની માંગ કરી હતી, પરંતુ કલેક્ટર મીટિંગમાં હોવાથી આવેદન લેવા આવી શક્યા હતા, જેથી 30 મિનિટ સુધી કચેરીની નીચે વિરોધ પ્રદર્શન સાથે ડ્રામા ચાલ્યો હતો. ત્યાર બાદ અધિક કલેક્ટર પ્રકાશ મકવાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સૌરાષ્ટ્રની સ્થિતિ જોઈ સેવા કાર્યરત

^સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવાની ઘટના બની હતી. ગુરુવારે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ જોયા બાદ બસ ચાલુ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. > એન.એમ.રાજ્યગુરુ, વિભાગીયનિયામક

10 સમાજ-પાર્ટીએ આવેદન આપ્યાં

શહેરમાંબુધવારે જિલ્લા માહ્યાવંશી વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી, ટૂંકી છ-પરા માહ્યાવંશી પંચ, માહ્યાવંશી અર્બન કો-ઓ. ક્રેડિટ સોસાયટી, સમસ્ત માહ્યાવંશી સમાજ ટ્રસ્ટ, રામપરા ત્રણપરા માહ્યાવંશી પંચ, ભારતીય દલિત અધિકાર મંચ, દક્ષિણ ગુજરાત દલિત સમાજ સેવા મંડળ અને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યાં હતા.

પ્રફુલ પટેલ આજે ઉનાની મુલાકાતે

રાજ્યસભાના મેમ્બર અને ભૂતપૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફૂલ પટેલ તથા રાજ્યના સાંસદ જયંતી પટેલ ગુરુવારે 9 વાગ્યે ઊનાના સમઢિયાળામાં અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવકોને મળશે. ત્યાર બાદ બપોરે રાજકોટ સિવિલમાં પીડિતોની મુલાકાત લેશે.

દલિતોના વિરોધના પડઘા, સુરતથી સૌરાષ્ટ્ર જતી બસો રદ

સુરતસુરત એસટી વિભાગે પેસેન્જરોની તેમજ પ્રોપર્ટીની સુરક્ષાને ધ્યાનમાં રાખી બુધવારે સવારથી સુરતથી અમરેલી, મહુવા, જૂનાગઠ તેમજ ભાવનગર તરફ જતી બસો રદ કરી દીધી હતી. એકાએક એસટી તંત્રએ લીધેલા નિર્ણયને પગલે સુરતમાં વસનારા સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના પ્રવાસ રદ કરવા પડ્યા હતા, તો કેટલાક સૌરાષ્ટ્રવાસીઓએ ટ્રેન મારફતે મુસાફરી કરી હતી.સુરત એસટી વિભાગે પેસેન્જરોના હિત અને સલામતીના ભાગરૂપે બુધવારે સવારે સૌરાષ્ટ્ર તરફ જતી બસો રદ કરી દીધી હતી.

બપોરના સમયે ગુજરાત બંધના એલાન મુજબ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવા ગયેલા દલિતો દ્વારા સુરત ટેક્સટાઈલ માર્કેટની સામે રીક્ષાચાલકોને અટકાવી થોડા સમય માટે રોડ પર બેસીને ધરણા કરવામાં આવ્યા હતા. જેના કારણે વાતાવરણ ઉગ્ર બનતું જણાતા વેપારીઓએ ફોસ્ટાના પ્રતિનિધી મંડળનો સંપર્ક સાધી સમજાવટ કરવા રજૂઆત કરી હતી. ફોસ્ટા અધ્યક્ષ મનોજ અગ્રવાલે આદોલનકર્તાઓ સાથે ચર્ચા કરી જણાવ્યું હતું કે સામઢીયાળમાં બનેલી ઘટના સામે તમામ વેપારીઓની સહાનુભૂતિ છે પરંતુ ટેક્સટાઈલ માર્કેટમાં 50 હજાર વેપારીઓ તેમજ 2 લાખથી વધુ મજૂરો તેમજ રોજમદારો સવારથી આવી ચૂક્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ વેપાર બંધ રાખી શકાય તેમ નથી.બંધ કરાવવા ગયેલા આંદોલનકર્તાઓ સાથે સમજૂતી થતાં માર્કેટ બંધ કરાવી તેઓ પાછા ફર્યા હતા.

કાપડ માર્કેટ બંધ કરાવવા ગયેલા દલિતોને સમજાવી પાછા મોકલ્યા

ઉનાની ઘટનાના પડઘા રાજ્ય સહિત સુરતમાં પડ્યા હતાં. બુધવારે દલિત સમાજ વિવિધ સંગઠનોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યા હતા જ્યારે દલિત એકતા મંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

દક્ષિણ ગુજરાત દલિત એકતા મંચ નામના સંગઠનની જાહેરાત કરતા આગેવાનોએ કહ્યુ કે અમે સુરતમાં દલિત એકતા મંચ(દક્ષિણ ગુજરાત) સુરત નામના સંગઠનની જાહેરત કરીએ છે. મંચ તરફથી હવે પછી આવા બનાવ બનશે તો તેનો સખત અને ઉગ્ર વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવવામાં આવશે. જો સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરશે તો આંદોલન વધુ ઉગ્ર થશે.

એક રજૂઆત : રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર બંધ કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો