તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સરથાણા કામરેજ રોડ પર એક વર્ષથી થાંભલા છે, લાઇટ નથી!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણા-કામરેજ રોડ પર એક વર્ષથી થાંભલા છે, લાઇટ નથી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરથાણાથીકામરેજ સુધીના માર્ગ પર છેલ્લા એક વર્ષથી સ્ટ્રીટ લાઈટના થાંભલા લાગી ગયા છે, પરંતુ પાલિકા દ્વારા હજુ સુધી લાઇટ ચાલુ નથી કરાઈ. અંગે ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ કલેક્ટરને સંકલનની બેઠક વખતે રજૂઆત કરી હતી, જેની માહિતી મેળવી મહાપાલિકાને અંગે કામગીરી કરવા કલેક્ટરે સૂચના આપી છે.

સરથાણાથી કામરેજ સુધીનો વિસ્તાર ડેવલપ થયો છે. અહીં મુખ્ય માર્ગ પર રોજ સરથાણાથી કામરેજ સુધી હજારો વાહનો દોડે છે. રસ્તો સીધો નેશનલ હાઈવેને જોડતો હોવાથી ટ્રાફિક પણ ઘણો રહે છે. સાંજ પછી લક્ઝરી બસો અને ટ્રકોની અવર-જવર રહે છે. તો રાત્રે પણ અપડાઉન કરનારની સંખ્યા મોટી છે. રસ્તા પર મનપાની હદમાં આવતા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વધુનો સમય થઈ ગયો સ્ટ્રીટ લાઈટ લગાવી છે. સ્ટ્રીટ લાઈટ કાયમી ધોરણે બંધ છે. મામલે સંકલનમાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી. અગાઉ પણ ઘણીવાર બાબતે રજૂઆતો કરી હોવાનું તેમને કહ્યું હતું. તેમ છતાં આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. કલેક્ટરે મામલે પાલિકાને કાર્યવાહી કરવા માટેની સૂચના પણ આપી દીધી છે, જેથી રસ્તા પર રાત્રિના સમયે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય.

તાત્કાલિક કામગીરી શરૂ કરવા પાલિકાને કલેક્ટરની સૂચના

રોજના હજારો વાહનચાલને અકસ્માતનું જોખમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો