તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શેર રોકાણના નામે કરોડોની ઠગાઈ કરનારા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેર-રોકાણના નામે કરોડોની ઠગાઈ કરનારા બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શેરબજારમાંરોકાણના નામે લોકો પાસેથી નાણાં ઉસેટી કરોડોની ઠગાઈ કરનારા બે ભેજાબાજોને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા હતા.

લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરીને લાખો કમાવવાની લાલચ આપી ભેજાબાજ ટોળકીએ જૂન 2015માં અનેક લોકો સાથે છેતરપીંડી કરી હતી. ક્રાઈમબ્રાંચની તપાસમાં નિરૂપમા કળીયા નામની મહીલા રાંદેર રોયલ રેસીડન્સી ખાતે રહેતા ફીરોજ ખાંડુ સાથે મળીને ઠગાઈ કરતા હોવાનું બહાર આવ્યું હતું. લોકોને શેરબજારની ટીપ આપી નફામાં 30 ટકા કમીશન લેવાની વાતો કરી શેરબજારની જગ્યાએ તેમને ત્યાં રૂ.1 લાખનું રોકાણ કરવાના બદલામાં 15 દિવસમાં 5 લાખ આપવાની વાત કરી નાણાં પડાવાતાં હતા. ત્યાર બાદ રોકાણકારોને બોલાવી જુદા જુદા ટેક્સના બહાને વધુ રકમ બેંકમાં જમા કરાવડાવીને ઠગાઈ કરાતી હતી. ભેજાબાજોએ 9 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવતા ક્રાઈમ બ્રાચે 2 જુલાઈ 2015ના રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બેંક એકાઉન્ટ નિલેશ જાદવ નામની વ્યક્તિનું તથા તેમાં રૂ.2.30 કરોડનું ટ્રાંઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ફિરોજ અને નિલેશને ક્રાઈમબ્રાચે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે નિરૂપમા કડીયા વિશે હાલ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો