તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મિત્રને વેચેલી કારની RC બૂક લઈ ભળતી કાર ફેરવતો યુવક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રને વેચેલી કારની RC બૂક લઈ ભળતી કાર ફેરવતો યુવક ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડુમસરોડ પરથી પોલીસે બોગસ નંબર પ્લેટ અને આરસીબુકનો ઉપયોગ કરી કાર ફેરવતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. તે મિત્રને વેચેલી કારની આરસી બુકનો ઉપયોગ કાર માટે કરી રહ્યો હતો તથા બોગસ નંબર પ્લેટવાળી કાર મંુબઈ રહેતા તેના મામાએ મોકલી હોવાનું બહાર આવતાં પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

પીપલોદ ડુમસ રોડ પર ઝોન-2 સ્કોડે બાતમીના આધારે ઈન્ડોર સ્ટેડિયમ નજીક મેઘમયુર એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને કારના શોરૂમમાં નોકરી કરતા જતીન બલીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારના દસ્તાવેજની માંગણી કરતા તેણે પોતાના મિત્ર મુશ્તાક શેખને વેચી દીધેલી કારની આરસીબુક રજૂ કરી હતી. પોલીસે પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલી કાર તેને મુંબઈ મલબારહીલ નવયુગ નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા તેના મામા પંકજ ઠક્કરે ત્યાંથી નંબર પ્લેટ બદલીને મોકલી હોવાનું જતીને જણાવતાં પોલીસે બંને સામે ગુનો નોંધી જતીનની ધરપકડ કરી હતી. પોલીસે પ્રકરણમાં પંકજની શોધખોળ શરૂ કરી છે. નજીકના દિવસોમાં કાર ચોરીનું મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

બોગસ નંબર પ્લેટવાળી કાર મુંબઈ રહેતા મામાએ મોકલી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો