Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉઠમણાં સામેની એપમાં માત્ર 7000 રજિસ્ટ્રેશન
કાપડમાર્કેટમાં થતાં ઉઠમણાં અટકાવવા ત્રણ માસથી ચાલી રહેલી ટેક્સટાઇલ એપ્લિકેશન માટે હજુ પોલીસ કર્મીઓ દ્વારા કવાયત ચાલુ છે. માર્કેટના 65 હજાર વેપારીઓ પૈકી હાલ સુધી 7 હજાર જેટલા વેપારીઓનું રજીસ્ટ્રેશન થયું છે.
ટેક્સટાઇલ માર્કેટમાં ચીટીંગના ઇરાદે પ્રેવશનારા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ગાયબ થઇ જાયે છે. જેમાં માર્કેટના કેટલાંક દલાલો તેમજ જાણકારો હોવાની શક્યતા વ્યક્ત કરાય હતી. જેને પગલે થનારી ચીટીંગો અટકાવી વેપારીઓનું થતું નુકશાન અટકાવવા સલાબતપુરા પોલીસ દ્વારા ટેક્સટાઇલના તમામ વેપારી તેમજ દલાલોના નામ સાથે તેમના દ્વારા કરવામાં આવેલા વેપારને લગતાં રેકોર્ડ દર્શાવતી એન્ડ્રોઇડ એપ્લિકેશન નિર્માણ કરવાનું નક્કી કરાયું હતું. જેને પગલે ત્રણ માસ પહેલાં કરાયેલી જાહેરાત બાદ વેપારી તેમજ દલાલોના રજીસ્ટ્રેશનનું કાર્ય પોલીસકર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેને પગલે હાલ સુધી ટેક્સટાઇલ વિસ્તારની 165 માર્કેટના 65 હજાર વેપારીઓ પૈકી ફક્ત 6500-7000 જેટલા વેપારીઓનું રજીસ્ટ્રેશન થઇ શક્યું છે. 10થી 15 ટકા થયેલા રજીસ્ટ્રેશન પાછળ કેટલાંક વેપારીઓ પૂરતો સહયોગ આપતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભૂતકાળમાં વેપારીઓની માહિતી અન્ય સરકારી ખાતાઓને પહોંચાડવાની ઘટના ભવિષ્યમાં બને તે માટે એપ માટે જોઇતી વિગતો પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી.