તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • GRD ભરતીમાં ગેરરીતિ મામલે આખરે પો. કમિશનરે તપાસ સોંપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GRD ભરતીમાં ગેરરીતિ મામલે આખરે પો. કમિશનરે તપાસ સોંપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરપોલીસે 117 ગ્રામ રક્ષક દળના જવાનોની આડેધડ ભરતી કરી દેવાના કિસ્સામાં પોલીસ કમિશનરે હેડ ક્વાર્ટર ડીસીપીને તપાસ કરવા માટે સૂચના આપી છે. જવાનોનો ગુનાહિત ઇતિહાસ ચકાસ્યા વગર હેડ ક્વાર્ટરના આરપીઆઈ જી. જે. ગામીત અને જીઆરડી જમાદાર માધુભાઈ ગામીતે ભરતી કરી લીધા હતા. જીઆરડીમાં ભરતી કરવા માટે કેટલાક જવાનો પાસેથી રુપિયા પણ લેવામાં આવ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. બાબતે જ્યારે એક ઓડિયો ક્લિપ બહાર આવી ત્યારે ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મામલે હવે કમિશનરે તપાસ સોંપી દીધી છે. કિસ્સામાં યોગ્ય તપાસ થાય તો હેડ ક્વાર્ટરમાં ચાલતા અન્ય ઘણા કૌભાંડો બહાર આવે એમ છે.

2014ની ભરતી વખતે પણ ગેરરીતિ બહાર આવી હતી

વર્ષ 2014માં 30 જેટલા જીઆરડી જવાનોની ભરતી કરવામાં આવી હતી. સમયે ડીસીપી ઝોન-2માં અર્ચના શિવહરે ફરજ ફજાવી રહ્યાં હતાં. તેમને ફરિયાદ મળી હતી કે, જે જવાનો ભરતી કરાયા છે, તેમાં ગેરરીતિ થઈ છે. એટલે તેમણે તરત તમામ જવાનોને પાણીચું આપી દઈ ઘરે બેસાડી દીધા હતા. પરંતુ અઠવાડિયામાં તેમની બદલી થઈ જતાં તમામને પરત ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

ગ્રામ રક્ષક દળના જવાનો પોલીસની મદદ માટે હોવાથી તેમને પણ ખાખી કલરનો યુનિફોર્મ ફાળવવામાં આવ્યો છે. પરંતુ તેમનામાં અને પોલીસમાં પહેલી નજરે ફરક સમજવા માટે જીઆરડી જવાનોને ખાખી કલરની ટોપી ફાળવવામાં આવી છે. પોલીસની ડાર્ક નેવી બ્લ્યૂ કલરની ટોપી હોય છે. લોકોને ચકમો આપવા માટે જીઆરડીના જવાન ટોપી પહેરતા નથી. જેના કારણે સામાન્ય માણસો જીઆરડી જવાનોને પોલીસ સમજી બેસે છે અને જીઆરડી જવાનો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

લોકોને ચકમો આપવા ટોપી પહેરતા નથી

હેડ ક્વાર્ટરના ઇનચાર્જ ડીસીપીને તપાસ કરવા સૂચના અપાઈ, ભરતી માટેના નિયમોનું પાલન થયું છે કે કેમω તેની તલસ્પર્શી વિગતો મેળવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો