તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંગલુરુમાં પ્રવેશના બહાને 4.30 લાખની ઠગાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટાવરાછાના એક યુવાનને બેંગલોરમાં એક કોલેજમાં એડમિશન અપાવવાના બહાને તેની પાસેથી 4.30 લાખ રૂપિયા લઇને પસંદગીની કોલેજમાં એડમીશન નહીં અપાવીને અન્ય કોલેજમાં એડમીશન આપીને છેતરપિંડી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ઘટના અંગે વરાછા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં લજામની ચોક પાસે ધર્મજીવન રો-હાઉસમાં રહેતા અમીતાબેન શાંતીભાઇ ઉકાણીના દિકરા પુર્વેશને બેંગલોરની એરોનોટીક કોલેજમાં કોલેજમાં એડમીશન લેવું હતું. 2015માં તેમનો ભેટો વરાછા ભગીરથ સોસાયટી પાસે નીલકંઠ સોસાયટીમાં રહેતા વશરામ વાલજી લાઠિયા સાથે થયો હતો. વશરામનો દિકરો સંદિપ બેંગલોરમાં અભ્યાસ કરે છે. ત્યારે વશરામ અને સંદિપે બેંગલોરમાં પુર્વેશને તેની પસંદગીની કોલેજમાં એડમીશન અપાવવાનો ભરોસો આપ્યો હતો. તે માટે ખર્ચો થશે એવું કહ્યું હતું.

ત્યારે બંનેએ પુર્વેશના પરિવાર પાસેથી 4.30 લાખ રૂપિયા લઇ લીધા હતા. ખરેખર પુર્વેશને ઠગ પિતા-પુત્રએ પુર્વેશની પસંદગીની નહીં પરંતુ અન્ય કોલેજમાં એડમીશન અપાવ્યું હતું. ત્યાં ડોનેશન તો આપ્યુંજ નહતું. પરંતુ પુર્વેશના પરિવાર પાસેથી ડોનેશનના બહાને રૂપિયા લઇ લીધા હતા.

પુર્વેશને ખબર પડી કે તેનું એડમીશન બીજી કોલેજમાં થયું એટલે તેઓએ વરાછા પોલીસ મથકમાં સંદિપ અને વશરામ વિરુદ્ધ અરજી આપી હતી. તે અરજીના આધારે વરાછા પોલીસે બુધવારે ગુનો દાખલ કર્યો હતો.

મોટા વરાછાના યુવકને ભળતી કોલેજમાં પ્રવેશ અપાવનારા પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો