તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પુણામાં 300 મહિલાએ પાલિકાના સ્ટાફને ઘેરી ડિમોલિશન અટકાવી દીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણામાં 300 મહિલાએ પાલિકાના સ્ટાફને ઘેરી ડિમોલિશન અટકાવી દીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પુણાસિદ્ધાર્થ નગરમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામને તોડવા માટે બુધવારે પાલિકાના વરાછા ઝોનની ટીમ ગઇ ત્યારે શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ અને કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાની આગેવાનીમાં આશરે 300 મહિલાઓ પાલિકાની ટીમને ઘેરી વળી હતી, જેથી લોકોના રોષથી બચવા માટે પાલિકાની ટીમે તાત્કાલિક પોલીસને બોલાવ્યા બાદ તમામનો હેમખેમ છૂટકારો થયો હતો.

સિદ્ધાર્થ નગરમાં કરાતાં ગેરકાયદે બાંધકામને અટકાવવા પાલિકાના વરાછા ઝોનમાં સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પાલિકાના વરાછા ઝોનની એક ટીમ ગેરકાયદે બાંધકામને તોડવા માટે સવારના સમયે ગઇ હતી. જો કે, ચંદુ સોજીત્રાએ 300 મહિલાઓને એકઠી કરીને પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. ટીમ પર હુમલો થવાની શકયતા જોતાં પાલિકાના કર્મચારીઓએ પોલીસને 100 નંબર પર તાત્કાલિક જાણ કરી દેતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ટીમને લોકોનાં ટોળાં વચ્ચેથી હેમખેમ બહાર કાઢી હતી. જો કે, બખેડામાં પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામને તોડ્યા વિના પરત ફરવું પડ્યું હતું.

સોજીત્રા સામે ફરિયાદ કરવામાં કમિશનર ખચકાય છે

વરાછામાંપાલિકાની ટીમ ગેરકાયદે બાંધકામ તોડવા કે દબાણ દૂર કરવા જાય તો પાલિકાની ટીમ પર હુમલા કરાતાં હોવાના બનાવો હવે છાશવારે બનતા થઈ ગયા છે. સરથાણા જકાતનાકા પાસે પાલિકાની ટીમ દબાણ દૂર કરવા ગઇ હતી તો મેમના પર પથ્થરમારો કરીને પાલિકાના વાહનોને નુકસાન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હુમલા પાછળ ચંદુ સોજીત્રા હોવાનું બહાર આવતાં પાલિકા કમિશનર મિલિંદ તોરવણેએ ચંદુ સોજીત્રા સામે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી, પરંતુ વાતને પણ બે મહિનાથી વધુ સમય વિતી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો