તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીકોમ, બીબીએ અને બીસીએમાં ચોથો રાઉન્ડ જાહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદયુનિવર્સિટી સંલગ્ન બીકોમ, બીબીએ તેમજ બીસીએ કોલેજોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્રારા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા 8 જુલાઇથી ધો. 10 અને ધો.12ની પુરક પરીક્ષાઓ લીધી હતી. જેનું પરીણામ આગામી 25 જુલાઇએ જાહેર થવાનુ છે. જેન ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્રારા બુધવારે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. 25થી 29 જુલાઇ દરમિયાન અમરોલીની જે.ઝેડ શાહ, વરાછાની જે. બી ધારૂકાવાલા, વેસુની ડીઆરબી તેમજ યુનિવર્સટીના ગુજરાતી ભવનમાંથી ફોર્મ લઇ ભરીને જમા કરાવવાના રહેશે.

અગાઉ પ્રથમ,બીજા અને ત્રીજા રાઉન્ડમાં એડમીશન મળ્યુ હોઇ તેવા વિદ્યાર્થીઓ પણ ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે. ત્યારબાદ 4 ઓગષ્ટના રોજ ચોથા રાઉન્ડનું રીઝલ્ટ ડીકલેર કરવામાં આ‌વશે. આજે ગુરૂવારે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્રારા ત્રીજા રાઉન્ડનું રીઝલ્ટ ડીકલેર કરવામાં આવશે. હાલ ત્રીજા રાઉન્ડના અંતે કુલ 1182 બેઠકો ખાલી રહી હતી. જે આગામી 25 જુલાઇએ યોજાનારા ચોથા રાઉન્ડ માટે મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો