તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતને ખાનગી એર લાઇન્સનો લાભ મળે તેવી પ્રબળ શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતને ખાનગી એર લાઇન્સનો લાભ મળે તેવી પ્રબળ શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતએરપોર્ટને ખાનગી એર લાઈન્સ અને એર કનેક્ટિવિટી મળે તે માટે સાંસદો, WWWAS અને SAAC ગ્રુપે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી ઉષા પધે સાથે બેઠક કરી હતી, જેમાં એર ઈન્ડિયા, એર એશિયા, વિસ્ટ્રા, ગોએર, જેટ એરવેઝ વગેરેના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ દર્શના જરદોશ, સી.આર. પાટીલ, એર કનેક્ટિવિટી માટે કાર્યરત એનજીઓના મેમ્બર સંજય જૈન, સંજય ઈઝાવા વગેરે હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી. SAACના સંજય ઈઝવાએ કહ્યું હતું કે તેમણે ખાનગી એરલાઈન્સને જણાવ્યું છે કે સુરત એરપોર્ટને તેમનો લાભ મળશે તો પ્રથમ 3 માસમાં 70 ટકા સિટ અમે બુક કરાવીશું તેવી ખાતરી આપી છે.

^ ખાનગી એર લાઈન્સ ઠાગાઠૈયાં કરે છે. તેમને પણ ભારપૂર્વક રજૂઆત કરી છે. જોઇન્ટ સેક્રેટરી ઉષા પધેએ પણ અંગત રસ લઈને સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટેના પ્રયાસો કર્ય છે. > દર્શનાજરદોષ, સાંસદ

^ ખાનગી એર લાઈન્સના અધિકારીને મળી સુરત માટે એર કનેક્ટિવિટી મુદ્દે વાતો કરી હતી. જરૂર પડશે બેંક ગેરન્ટી આપવા જણાવ્યું છે. આશા છે કે ખાનગી એર લાઈન્સનો લાભ મળશે. > સી.આર.પાટીલ, સાંસદ

પ્રેઝનટેશન જોયા બાદ ઉષા પધેએ ખાનગી એરલાઈન્સના અધિકારીઓને જણાવ્યું હતું કે, સુરતને ખાનગી એરલાઈન્સ મળે તે માટે જે થતું હોય તે તાત્કાલિક કરો અને 29 જુલાઈએ લેખીતમાં જવાબ રજૂ કરો.

સુરત એરપોર્ટ માટે જે થતું હોય તે કરો: ઉષા પધે

સાંસદો, WWWAS, SAACની જોઇન્ટ સેક્રેટરી સાથે બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો