• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરમાં ઉત્તર ભા. રેલ સંઘર્ષ સમિતિની મહારેલીનું આયોજન

શહેરમાં ઉત્તર ભા. રેલ સંઘર્ષ સમિતિની મહારેલીનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીવાર સાથે વતન જતી વખતે હાલાકીનો સામનો કરી રહેલા શહેરમાં વસતા ઉત્તર ભારતીયોએ એક મંચ પર ભેગા થઈ ‘ટ્રેન નહીં તો ચૈન નહી’ ના સૂત્રો સાથે આંદોલન શરૂ કરાયુ છે. વિવિધ ટ્રેનોનો ડેઈલી કરવાની તેમજ નવી ટ્રેનો શરૂ કરવાની માંગણી સાથે સમિતિ દ્વારા ગત તા.28 મે ના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો જોડાયા હતા. રેલી અને ત્યારબાદ વિવિધ સ્તરે થયેલી રજૂઆત છતાં કોઈ ઉકેલ નહી આવતા સમિતિએ તા.13 ઓગસ્ટ, રવિવારે રિંગરોડ માનદરવાજા આંબેડકર પ્રતિમા પાસેથી રેલ્વે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની રેલીનું આયોજન કર્યું છે. જેમાં 1 લાખથી વધુ ઉત્તર ભારતીય સમાજના પુરૂષો તેમજ મહિલાઓ જોડાશે તેવો સમિતિએ દાવો કર્યો છે.

વિવિધ સ્તરે રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ આવતાં

માંગણીઓ શું છેω

{ઉધના દાનાપુર એક્સપ્રેસ ને ડેઈલી કરવાની તેમજ જયનગર સુધી લંબાવવી

{ સુરત-ભાગલપુરએક્સપ્રેસ ને ડેઈલી કરવાની

{સુરતથી અલાહાબાદથી થઈ પ્રતાપગઢ, સુલતાનપુર વાયા અયોધ્યા-બસ્તીથી ગોરખપુર સુધી એક નવી ટ્રેન

{ સુરતથી ઝારખંડ(કોડરમા, હજારીબાગ, પારસનાથ, ધનબાદ, રાંચી) માટે એક નવી ટ્રેન

{ભોલેનગરી એક્સપ્રેસ ને ડેઈલી કરવી

{ દરવર્ષે 1 અપ્રીલથી 1 જુલાઈ સુધી લગ્ન તેમજ વેકેશન દરમિયાન સ્પેશિયલ ટ્રેન આપવી

{દર વર્ષે દિવાળી અને છઠ પુજા તહેવારો દરમિયાન પણ સ્પેશિયલ ટ્રેન આપવામાં આવે.

રવિવારે રિંગરોડ માનદરવાજા આંબેડકર પ્રતિમા પાસેથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની મહારેલી

અન્ય સમાચારો પણ છે...