હીરા કંપનીઓએ હાથ ઊંચા કરી દેતાં સોપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારથી હીરા માર્કેટમાં શરૂ થયેલી ચર્ચા સુરત સહિત એન્ટવર્પમાં હીરાનો વેપાર કરતી શહેરની 3 મોટી હીરા કંપનીઓને એન્ટવર્પ ડાયમંડ બેંક(એડીબી) પાસેથી 700 કરોડથી વધુ લોન 3 વર્ષ પહેલાં લીધી હતી. જેના ચૂકવણાં અર્થે હીરા કંપનીઓ અને બેંક અધિકારીઓ વચ્ચે થયેલી રકઝક બાદ મામલો એન્ટવર્પ ડાયમંડ બેંકમાં પહોંચ્યો હતો.

હીરા કંપનીના સંચાલકોએ વગર વ્યાજે 10 વર્ષમાં લોન ચૂકવવાનો સમય માંગ્યો હતો જેને નકારતાં એન્ટવર્પ કોર્ટે 3 બેંકને 3 વર્ષમાં ચૂકવણી કરવાની વાત વહેતી થઇ હતી. જેમાંથી ‘અા’ મૂળાક્ષર ધારી હીરા કંપની અને મુંબઇના સ્પીજમાં પેઢી ધરાવનાર સંચાલકે બેંકને લોનનું ચૂકવણું કરવાનો ઇન્કાર કરતાં મુન્નાભાઇના હુલામણાં નામે ઓળખાતા કંપનીના સંચાલકે મોટી રકમમાં ઉઠમણું કરી લીધું હોવાના મેસેજ ફરતાં થતાં શહેરના બંને હીરા બજારમાં ખળબળાટ મચી જવા પામી હતી. મોટું નામ ધરાવતું હોવાની સાથે ડીટીસીની સાઇટ હોલ્ડર કંપનીમાં કેટલાં ઉદ્યોગકારોના નાણાં ફસાયા તે અંગે કોઇ સ્પષ્ટતાં નથી.

પ્રાપ્ત સમાચાર મુજબ હીરા ઉદ્યોગકારે એબીએન એમરો બેંક પાસેથી 500 કરોડની લોન ધંધામાં ઉપયોગ કરવાને બદલે મુંબઇ રીઅલ એસ્ટેટમાં રોકાણ કર્યુ ને નાણાંની રીકવરી થતાં એન્ટવર્પ બેંકે કંપનીના નામના લોકર સીલ કરવાની પ્રક્રિયા ભૂતકાળમાં હાથ ધરી હતી.

ત્રણ હીરા કંપનીએ 700 કરોડની લોનનું ચૂકવણી કરવા 10 વર્ષનો સમય માગ્યો હતો

એક સમયે મુન્નાભાઇ નામક ઉદ્યોગકારને ત્યાં વ્યાજે નાણાં લેવા લોકોની લાઇન લાગતી હતી

ઉઠમણુંકરનાર સુરત-મુંબઇનો મુન્નાભાઇના નામક ઉદ્યોગકારને ત્યાં એક સમયે મોટા હીરા ઉદ્યોગકારો, રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો વ્યાજે નાણાં લેવા લાઇનો લાગતી હતી. રફ ડાયમંડનો ઓનલાઈન ઓક્શનનો ખેલ પાડી રફ મેન્યુફેકચરોની મોનોપોલી તોડવાનો દાવ ઊંધો પડ્યા બાદ ચાલુ થઈ ઉઠમણું કરનાર મુન્નાભાઇએ ભૂતકાળમાં સુરતમાં ઓફિસ ઝિમ્બાબ્વે સરકારના માઇનિંગ મિનિસ્ટર સહિતના પ્રતિનિધિઓને બોલાવાયા અને ઝીમ્બાબ્વેથી સીધી રફ સુરતને મળે તો તે મુજબ સસ્તી રહે તે માટે ખેલ કર્યો હતો પરંતુ વાતની જાણ ડીઆરઆઈ વિભાગની ટીમને થતાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી ઘટનાથી અન્ય ડિરેક્ટરોએ કંપનીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા મુન્નાનું રફ ઇમ્પોર્ટરમાં ખાં બનવાનું સપનું રોળાયું હતું.

એન્ટવર્પ કોર્ટનો લેણું ચૂકવવા 3 કંપનીને આદેશ

અન્ય સમાચારો પણ છે...