• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સેનેટ ચૂંટણી જીતવા ડોર ટુ ડોર, સોશિયલ મીડિયાથી પ્રચાર

સેનેટ ચૂંટણી જીતવા ડોર ટુ ડોર, સોશિયલ મીડિયાથી પ્રચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | સુરત : વીએનએસજીયુનીરવિવારે યોજાનારી વિદ્યાર્થી સેનેટની ચૂંટણીને હવે માત્ર એક દિવસ બાકી છે. ત્યારે બન્ને વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને એનએસયુઆઈ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા ચૂંટણીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. મતદારો નક્કી અને મર્યાદિત હોવાને કારણે સેનેટના ઉમેદવારો ડોર ટુ ડોર, રેડિયો, સોશિયલ મીડિયા સહિતના માધ્યમથી મતદારોના સંપર્કમાં રહી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે.

એબીવીપીગુજરાતનાંમહિલા પ્રમુખ ફાલ્ગુની ઠક્કરે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે અમે હંમેશાં લડતા રહ્યા છીએ અને લડતા રહીશું. વિદ્યાર્થીઓના એલએલબીના રિઝલ્ટ માટેની લડાઈ, રી-એસએસમેન્ટની લડાઈ વગેરે મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહી તેમને ન્યાય અપાવ્યો છે.

એનએસયુઆઈનાનેશનલકો-ઓડિનેટર ભાવેશ રબારીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી અમે વિદ્યાર્થીઓ સાથે સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર નહીં, પરંતુ વિદ્યાર્થી બની તેમની સમસ્યાઓને જાણી છે અને તેમના માટે લડાઈ લડી છે.

અન્ય સમાચારો પણ છે...