• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નંબર નહીં મળતાં વેપારીઓની વડાપ્રધાનને ફરિયાદ

નંબર નહીં મળતાં વેપારીઓની વડાપ્રધાનને ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : જીએસટીનાઅમલને એક મહિનાથી વધુ સમય વિતી જવા છતાં આજે પણ વેપારીઓને જીએસટી નંબર મેળવવા ફાંફા મારવા પડી રહ્યા છે. રજિસ્ટ્રેશનની સાથે એઆરએન નંબર તો મળી જાય છે પરંતુ જીએસટીએન નહીં મળતાં શહેરના વેપારીઓએ વડાપ્રધાનને પત્ર લખી ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે.

મોટી સંખ્યામાં વેપારી ઓએ જીએસટી એન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અને જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં ટેક્નિકલ કારણસર એઆરએન નંબર મળ્યાના બે અઠવાડિયા વિતી જવા છતાં જીએસટીએન મળી શક્યો નથી. પરપ્રાંત ફોર્મ નં.402 અને 403 અને એઆરએન નંબરથી મોકલેલો માલ લેવામાં વેપારીઓ આનાકાની કરી રહ્યા હોવાની ફરિયાદ છે. વેપારીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સમસ્યાનો જલ્દી નિકાલ આવે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...