ડભોલી વિસ્તારમાં 81 કિલોના પારદ મહાદેવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ દરરોજ કથા અને પૂજા કરે છે

સુરત :સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે પારદ શિવલિંગનો અનોખો મહિમા છે. પણ શહેરમાં ઘણા ઓછા લોકો જાણતા હશે કે ડભોલી વિસ્તારમાં પારદ શિવલિંગ મહાદેવનું બીજું પણ એક મંદિર છે. મંદિર એટલે પારદેશ્વર ભવાનીશંકર મહાદેવ મંદિર. મંદિરના સ્થાપના તા.19 એપ્રિલ 2012માં થઇ હતી. અહીં 81 કિલોના પારદ શિવલિંગ છે જેની સાથે મંદિર પ્રાંગણમાં સૂર્યદેવ,રાંદલામાત,તાપીમાતા, શનિદેવ, રાધાકૃષ્ણ, અંબે માતા, લક્ષ્મી માતા, સરસ્વતી માતા, ગણેશજી, હનુમાનીજી, ગંગા મૈયા, અન્નપૂર્ણા માતા, બ્રહ્મા,વિષ્ણુ મહેશ સજોડે, સાઇબાબા, જલારામબાપા, દત્રાત્તેય, ખોડીયારમાતા, મહાકાળી માતા, ગાયત્રી માતા, સિંહ,નંદ અને ગરુડ બિરાજમાન છે. અહીં શ્રાવણ માસ દરમ્યાન મહિલાઓ દરરોજ કથા કરે છે અને કથા અંદાજે દોઢ કલાક જેટલી ચાલે છે. જેમાં ભક્તોની ભીડ જામે છે.

ડભોલી સ્થિત પારદેશ્વર ભવાનીશંકર મહાદેવનું મંદિર.

આપણા

શિવાલય

અન્ય સમાચારો પણ છે...