રિલિજિયન રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર | સુરત

શ્રાવણવદ આઠમના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પાંચ હજાર વર્ષ પહેલા થયો હોવાથી ભક્તો દ્વારા દરવર્ષે શ્રાવણ વદ આઠમના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. વર્ષે જન્માષ્ટમીની ઉજવણી સોમવારે રાતે કરાશે. અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ(ઉત્તરભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમ)ના રોજ થયો હતો. દિવસે વૃષભ લગ્ન અને રોહીણી નક્ષત્ર હતું.

જો કે વર્ષે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણ જન્મના યોગો નથી છતાં જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ કરાશે. વર્ષે શ્રાવણ વદ આઠમ ભાગીતિથિ હોવાથી આઠમનો પ્રારંભ સોમવારે રાતે 7.46 કલાકે થશે અને સમાપન મંગળવારે સાંજે 5.41 કલાકે થશે. મંગળવારે સાંજે અષ્ટમીનું સમાપન થતું હોવાથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સોમવારે 14 ઓગસ્ટના રોજ કરાશે.

અન્ય સમાચારો પણ છે...