તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દુમાડથી એક્સપ્રેસ વે પર રૂા. 44 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

દુમાડથી એક્સપ્રેસ-વે પર રૂા. 44 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુમાડથીએક્સપ્રેસ વે પર આરઆર સેલની ટીમે દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂા. 44 લાખનો દારૂ, કન્ટેનર અને રોકડા રૂા. 38250 મળી કુલ રૂા. 64.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જમ્મુ કાશ્મીરના ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી હતી. પૂછતાછમાં દારૂ હરિયાણાથી સોનુ નામના શખ્સેે ભરાવ્યો હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

વડોદરા રેંજ આઇજીના આર.આર. સેલના ઇનચાર્જ પીએસઆઇ રમેશ પરમારને વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થવાની બાતમી મળતાં બુધવારે રાત્રે દુમાડ સ્થિત ઝીરો પોઇન્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સુરત તરફથી વડોદરા બાયપાસ કરી અમદાવાદ એક્સપ્રેસ વે પર જતા કન્ટેનરને પોલીસે શંકાના આધારે અટકાવ્યું હતું. પોલીસે કન્ટેનરનું સીલ તોડી ચેકિંગ કરતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો રૂા. 44.06 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 918 પેટી કુલ બોટલ 11016 જપ્ત કરી હતી. ઉપરાંત રૂા. 20 લાખનું કન્ટેનર અને ડ્રાઇવર પાસેથી રોકડા રૂા. 38250 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂા. 64.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જમ્મુ- કાશ્મીરના ડ્રાઇવર ક્લીનર સંજય સોમરાજ શર્મા અને અજય ઓમપ્રકાશ રાજપૂતની ધરપકડ કરી હતી. પૂછતાછમાં બંનેએ દારૂનો જથ્થો હરિયાણાથી સોનુ નામના શખ્સે ભરાવી આપ્યો હતો. દારૂ એક્સપ્રેસ વે પાસેથી પકડતાં આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ કે રાજકોટ તરફ લઇ જવાતો હોવાની શંકા સેવાઇ રહી છે.

દારૂ હરિયાણાથી સોનુ નામના શખ્સેે ભરાવ્યો હતો

દારૂ 5 રાજ્યોમાંથી પસાર થઇ વડોદરા પહોંચ્યો

દારૂનોજથ્થો હરિયાણાના અંબાલાથી આગળ પંચકુલા ટાઉનમાંથી સોનુ નામના શખ્સે ભરાવી કન્ટેનર રવાના કર્યું હતું. દારૂ ભરેલું કન્ટેનર હરિયાણાથી દિલ્હી, આગ્રા, ગ્વાલિયર, ઝાંસી, ઔરંગાબાદ, ભીવંડી, સુરત અને ભરૂચ થઇ વડોદરાને ક્રોસ કરી અમદાવાદ તરફ જતાં એક્સપ્રેસ વે પાસે પહોંચ્યું હતું. 5 રાજ્યોમાંથી પસાર થયેલો દારૂ આખરે વડોદરામાં પકડાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...