તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાં કઢાવવા કાપડદલાલને માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ટેક્સટાઇલમાર્કેટમાં કાપડ દલાલી કરતા સ્વપનીલ સુરતી (29, રહે. અલથાણ, કેનાલ રોડ)એ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 11મીએ સાંજે તેઓ જૂની સબજેલ પાછળના વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જેનીશ અને વીરુએ તેમને લોખંડના સળિયાથી માર માર્યો હતો. પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ જેનીશના મિત્ર અજિતને સ્વપ્નીલ પાસેથી આશરે ત્રણેક લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જે કઢાવવા માટે જેનીશે તેના મિત્ર વીરુ સાથે મળી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...