તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હિંદુ યુવાનનું હૃદય મુસ્લિમ બિરાદરમાં ધબકતું કરાયું

હિંદુ યુવાનનું હૃદય મુસ્લિમ બિરાદરમાં ધબકતું કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગદાનમાંપણ કોમી એકતાના દર્શન કરાવતો એક અનેરો કિસ્સો સુરતના નામે અંકિત થયો છે. હળપતિ સમાજના બ્રેનડેડ યુવાનના હૃદયને આણંદના મુસ્લિમ પરિવારના યુવાનમાં ધબકતું કરવામાં આવ્યું છે. એક હિંદૂ યુવકના હૃદયને મુસ્લિમ યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો બન્યો છે. સાથે યુવાનની કીડની, લિવર, પેન્ક્રીયાસ, અને ચક્ષુઓના દાન કરી તેમના પરિવારજનોએ ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરત માટે ગૌરવપૂર્ણ બાબત છે કે, સુરતમાંથી ૧૨માં હૃદયનું દાન સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૨૭૭ કિ. મી નું અંતર ૮૫ મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુસલિમ યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો ત્રીજો બનાવ નોંધાયો છે જેમાંથી, બે હૃદય સુરત દ્વારા આપવામાં આવ્યા છે. ગણદેવીના ખાપરિયાગામે રહેતા હળપતિ સમાજના અમિત રમણભાઈ હળપતિ (21) ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં હતાં. ગત 8 જુલાઈ ના રોજ મોડી સાંજે મિત્ર સાથે બાઈક પર હતો ત્યારે બાઈક સ્લીપ થઇ જતા અમિત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં ડૉ. જીગ્નેશ શાહ અને ડૉ. મેહુલ મોદીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. પરંતુ સારવાર દરમિયાન 12મી તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. અંગેની જાણ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાને થતાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી.

ડાૅ. ધવલ નાયકની ટીમ દ્વારા ઓપરેશન

સુરતનવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું ૨૭૭ કિ. મી નું અંતર ૮૫ મીનીટમાં કાપીને અમિતનું દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આણંદના રહેવાસી સોહેલ વહોરા (૩૬) માં ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અને પેન્ક્રીઆસ અમદાવાદની રહેવાસી રીતિકા નીલેશ ભટ્ટ (૪૨), બીજી કિડની ગાઝિયાબાદના હિતેશ ગોયલ (૪૯) માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જયારે લીવર સુરતના રહેવાસી ભૌતિક કિશોરભાઈ પટેલ (૩૬) માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

ચાર વ્યક્તિઓને નવજીવન

સુરતની હોસ્પિટલમાં બ્રેઈનડેડ થયેલા યુવક સાથે તેના પરિવારજનો અને ઈનસેટમાં યુવક અમિત હળપતિની ફાઈલ તસવીર

સુરતમાંથી 12મા હૃદયનું દાન, સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી 277 કિ. મી.નું અંતર 85 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુસ્લિમ યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરાયું

જીવનદાન | ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો ત્રીજો બનાવ, બ્રેનડેડ અમિત હળપતિના હૃદયને આણંદના સોહેલ વહોરામાં ધબકતું થયું

અન્ય સમાચારો પણ છે...