નોટબંધી : બે હજારને ફરી નોટિસ, અગાઉ સરખો જવાબ આપ્યો ન હતો

સુરતમાંથી 18000 કરોડની જૂની નોટ જમા કરાઈ હતી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
નોટબંધી : બે હજારને ફરી નોટિસ, અગાઉ સરખો જવાબ આપ્યો ન હતો
રેવન્યુ રિપોર્ટર| સુરત : નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યુ છે. અગાઉ ઈન્ક્મટેક્સ વિભાગના અધિકારીઓએ જે કેસ નોટ સેટિસ્ફાઇડના રિમાર્ક સાથે દિલ્હી બોર્ડને મોકલી આપ્યા હતા તે પૈકીના કેસ સ્ક્રુટિની સિલેકશનમાં આવ્યા છે. આથી લોકોએ ફરી એકવાર અગાઉ ઈન્ક્મટેક્સ વિભાગ અધિકારી સમક્ષ એ ખુલાસા કરવા પડશે કે બેન્કમાં ડિપોઝિટ કરેલી રકમ ક્યાંથી લાવ્યા હતા.

82 ટકા સુધીની ટેક્સ-પેનલ્ટી ભરવી પડશે, તમામ વર્ગ નિશાના પર, સપ્ટેમ્બર સુધી 25 હજાર સુધી પહોંચી જવાની શક્યતા

જો જવાબથી અધિકારીઓને સંતોષ નહીં થશે તો 82 ટકા સુધીનો ટેક્સ-પેનલ્ટી ભરવી પડશે. હાલ બે હજાર કેસ સિલેક્ટ થયા છે, અને તેની સંખ્યા સપ્ટેમ્બર સુધી 25 હજાર સુધી જવાની સંભાવના છે. સુરતમાંથી નોટબંધી દરમિયાન રૂપિયા 18000 કરોડની જુની નોટ જમા કરવામાં આવી હતી. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાં નોટબંધીના કેસ ખુલી રહ્યા હોવાની માહિતી આઇટી સૂત્રો આપી રહ્યા છે.

નોટબંધી દરમિયાન બેન્ક ડિપોઝિટની વિગતોના આધારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા દરેક આઇટી વિભાગને તેની વિગતો આપવામાં આવી હતી. આ વિગતોના આધારે કરદાતાઓને નોટિસ આપવામાં આવી હતી અને અનેકના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. કેટલાંયે ઓનલાઇન જવાબ આપ્યા હતા. જોકે, આ જવાબોથી વિભાગને સંતોષ થયો ન હતો. તેમને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ વખતે ઘણા કેસો એવા નીકળ્યા કે જેમાં શંકાસ્પદ બાબત મળી આવી હતી.

સ્ક્રુટી કેસની નોટિસ ઇશ્યુ કરવાની શરૂઆત

આજે ગુરુવારના રોજથી નોટબંધીના કેસમાં સિલેક્ટ થયેલાં સ્ક્રુટિની કેસની નોટિસ ઇશ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. નોટબંધી ઉપરાંતના પણ અનેક કેસ સિલેક્ટ થયા છે. અધિકારીઓ કહે છે કે કેસનું સિલેકશન કોમ્પ્યુટરાઇઝ હોય છે અને જરૂરી નથી કે ડિપોઝિટના દરેક કેસ સ્ક્રટિનીમાં આવે. ટ્રાન્ઝેકશનના આધારે કેસ સિલેક્ટ થયા છે. પ્રથમ તબક્કામાં બે હજાર જેટલાં કેસ સિલેક્ટ થયા છે.

હવે શું થશે, કરદાતાઓએ શું કરવાનું રહેશે

સી.એ. મયંક દેસાઈ કહે છે કે સ્ક્રુટિની નોટિસ આવ્યા બાદ તેનું એસેસમેન્ટ થશે અને તેની શરૂઆત જાન્યુઆરી-2018થી કરવામાં આવશે અને આ એસેસમેન્ટ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર, 2019 છે. આ દરમિયાન હિયરિંગની તારીખે કરદાતા કે તેના સી.એ. એ આઇટી અધિકારીને ઓનલાઇન ટ્રાન્ઝેકશન સંબંધિત વિગતો આપવાની રહેેશે. જેટલી જુની નોટ જમા કરાવી હોય તેનો સોર્સ બતાવવો પડશે. સી.એ. તીનીશ મોદી કહે છે કે જો કરદાતા સોર્સ પુરવાર ન કરી શકે તો 82.50 ટકા ટેક્સ અને પેનલ્ટી લાગશે.

એક કરોડથી ઉપરના કેસ

હાલ જે કેસની લિસ્ટ આ‌વી છે તેમાં કરોડથી ઉપરની ડિપોઝિટ કરનારાઓ હોવાનું આઇટી સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે નોટબંધી વખતે પાંચ હજાર જેટલાં કરોડપતિઓને નોટિસ આપી તેમનો જવાબ લેવાયો હતો. આજ પ્રોસિઝર હવે ફરી શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે અગાઉ કરદાતાઓના ડિપોઝિટ બાબતે જે જવાબ હતા તેમાં અધિકારીઓએ નોટ સેટિસફાઇડની રિમાર્ક કરી હતી. જે તે સમયે 50 દરોડામાં આઇટીએ 200 કરોડનું કાળુ નાણુ શોધી કાઢયુ હતુ.

આટલું કાળું નાણું

નોટિસ

25000

ડિપોઝિટ

18000 કરોડ

કરોડપતિ

5000

શહેરમાં 5000 જેટલા કરોડપતિઓ છે જેમની પર આઈટીની નજર.

દરોડા કેસ

50 કરોડ

બ્લેકમની

200 કરોડ

X
નોટબંધી : બે હજારને ફરી નોટિસ, અગાઉ સરખો જવાબ આપ્યો ન હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App