• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મા બાપની સેવા સર્વોપરી છેઃ પંન્યાસ પદ્મદર્શનવિજય

મા-બાપની સેવા સર્વોપરી છેઃ પંન્યાસ પદ્મદર્શનવિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેક જીવના પૃથ્વી પર અવતરણમાં માતા-પિતા નિમિત્ત બને છે. આ નિમિત્ત બનેલા મા-બાપ જ જીવ માટે પરમાત્મા સ્વરૂપ છે. જેની જેવી લેણદેણ તેવા સંબંધો. તેમાં માનવી મા-બાપની સેવા કરે તો પરમાત્મનો કૃપાપાત્ર બને છે. પંન્યાસ પદ્મદર્શનવિજયે આ શબ્દો ત્રિકમનગર જૈન સંઘમાં કહ્યાં હતા. સોમવારે ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે શ્રાવકોને મા-બાપની સેવા કરવાનો બોધ આપ્યો હતો.

તેમણે કહ્યું કે મા-બાપના આશીર્વાદ ભગવાનના આશીર્વાદથી કમ નથી. ભારત એ રામ, કૃણાલ અને શ્રવણની ભૂમિ છે. ભારત એ ત્યાગની ભૂમિ છે. પરમાત્માના માર્ગે જનારે ત્યાગ કરતા જ શીખવાનું છે. આજે તો યુવાનો તો ઠીક બાળકો પણ વ્યસનોમાં પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...